Vadodara

ઠગ પંચાલ પરિવાર સામે વધુ 2 ગુના દાખલ

વડોદરા: પાદરામાં ખોડિયાર પેટ્રોલ પંપના માલિક પાસેથી દર્શન તથા મયંક પંચાલે ઉધારમાં અનુક્રમે 28.31 લાખ અને 29.25 લાખ મળી 57.66 લાખનું પેટ્રોલ ડીઝલ ખરીદયું હતું. જેમાંથી બંનેએ 18.59 લાખ પર ચૂકવ્યા હતા. જ્યારે 38.47 લાખ બાકી છે જેથી રૂપિયાની ઊઘરાણી કરતા દર્શન પંચાલના પિતા અને અન્ય ત્રણ જણા બીભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સંચાલકે પાંચ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે ઉધારીમાં ડીઝલ પુરાવીને રૂપિયા નહી ચૂકવી વિવિધ પેટ્રોલપંપના માલિકો પાસેથી રૂપિડા પડાવી લેનારા પંચાલ પરિવાર સામે વધુ બે ગુના દાખલ થયા છે.

શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી નંદ સોસાયટીમાં રહેતા યોગેશ પરષોતમ પરમાર પાદરા ટાઉન મહાકાળી મંદિરની સામે ખોડિયાર પેટ્રોલ પંપ છેલ્લા અઢી વર્ષથી ચલાવે છે. સપ્ટેમ્બર 2022ના રોજ સંચાલક પેટ્રોલ પંપમાં હાજર હતા. તે દરમિયાન દર્શન ભીખાભાઇ પંચાલ (રહે.ત્રિવેણી વિશ્વ બાકરોલ વડતાલ રોડ બાકોર આણંદ) આવ્યા હતા અને નવ્યા કોર્પોરેશનનો માલિકની ઓળખ આપી બલ્ડ મટીરિયલનો જંબુસર તથા હાલોલ રોડ પર કોન્ટ્રાક્ટ ચાલે છે. જેમાં ડમ્પર તથા અન્ય વાહનોની ડીઝલની ઘણી જરૂર પડે છે.

ત્યારબાદ પંચાલે વર્ક ઓર્ડર તથા પરમિટના કાગળો બતાવ્યો હતો અને 50 હજાર પંપ સંચાલકના ખાતમાં ટ્રાન્સફ પણ કરી આપી વિશ્વાસ કેળવ્યો હતો. જેથી પંચાલના આધારકાર્ડ પાનકાર્ડની ઝેરોક્ષ મંગાવી તેને કેડિટ ખાતુ ખોલી આપી હતું.ત્યારે પંચાલે મારા બધા વાહનો આટલા દૂર આવી શકે તેમ નથી જેથી બેરલમાં ભરીને ડીઝલ અને પેટ્રોલ લઇ જઇશું. જેના બિલનો હિસાબ દર 10 દિવસે કરીને પેમેન્ટ ચકવીશુ તેવું જણાવ્યું હતું. 22 સમ્પેમ્બરથી દર્શન ભીખાભાઇ પંચાલને પેટ્રોલ ડીઝલ આપવાનું શરૂ કર્યું હતું. પહેલા દિવસે દર્શન પંચાલને 4.04 લાખનું ડિઝલ ભરીને આપ્યું હતું.

બે દિવસ પછી દર્શન પંચાલ તેની પત્ની સાથે આવ્યો હતો અને કહેતો હતો કે મારો ધંધો ખુબ મોટો છે. મારે રોજ 4000થી 5000 લિટરની જરૂર છે જેથી તમે મને પેટ્રોલ ડીઝલ આપજો. તેવુ કહેતા પંપના સંચાલકને શંકા ગઇ હતી અને પહેલા ડીઝલનું બાકી પેમેન્ટ કરવા જણાવ્યું હતું. ત્યારે દર્શન ભીખા પંચાલે કહેવા લાગ્યો હતો કે તેને મારા પર ભરોષો નથી મારા પપ્પા ભીખાભાઇ પંચાલ જંબુસર ગજેરા હાઇસ્કૂલમાં મુખ્ય શિક્ષક છે તેઓ તેમને બાહેધરી આપશે. તેવું કહેતા થોડી વારમાં દર્શન પંચાલના પિતા ભીખાભાઇ શંકરભાઇ પંચાલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના દીકરાની બાહેધરી લીધી હતી.

ત્યારબાદ દર્શન પ્રફુલભાઇ પંચાલ તેેમની પત્ની શ્વેતા પંચાલ તથા ભીખા પંચાલની પત્ની સાથે લઇને આવ્યા હતા. જેથી પંપના સંચાલકને તમામ વ્યક્તિ પ્રતિષ્ઠિત લાગે છે તેઓ ખોટું નહી કરે તેઓ ભરોષો બેસતા ઉધાર ડીઝલ હા પાડી હતી. આમ દર્શન ભીખાભાઇ પંચાલે ખોડિયાર પેટ્રોપ પંપ પરથી કુલ 28.31 લાખનું પેટ્રોલ અને ડીઝલ ખરીદી કર્યું હતું જેમાંથી 9.23 લાખ પર ચૂકવ્યા હતા જ્યારે 19.08 લાખ બાકી છે. જેની ઉઘરાણી માટે ફોન કરતા ભીખા પંચાલને ફોન ઉપાડ્યો હતો અને રૂપિયા ચૂકવો તેવું કહેતું ભીખા પંચાલે ગાળો બોલવા લાગ્યો હતો આજ પછી ફોન કરી તો તારા પંપ પર આવીને કાપી નાખીશ તેવી ધમકી આપી હતી. તવી જ રીતે મયંક સુમન પંચાલ પણ ખોડિયાર પેટ્રોલ પંપરથી 29.25 લાખનો પેટ્રોલ ડીઝલ ખરીદ કર્યું હતું .જેમાંથી 9.86 લાખ ચૂકવ્યા હતા.

જ્યારે 19.39 લાખ બાકી પડતા હતા.જેની ઉઘરાણી કરવા છતાં આપતા નથી જેથી ખોડિયાર પેટ્રોલ પંપના
સંચાલક યોગેશ પરષોતમ પરમારે પાદરા પોલી સ્ટેશનમાં દર્શન ભીખાભાઇ પંચાલ, મયંક સુમનભાઇ પંચાલ, ભીખાભાઇ શંકરભાઇ પંચાલ, જીનીત વનરાજભાઇ દિવેચા તથા આકાશ ભીખાભાઇ પંચાલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ગેરમાર્ગે દોરનાર દર્શન પંચાલ-તેના પિતા સામે ગુનો દાખલ
વડોદરા: દર્શન પ્રફુલ પંચાલ સામે બગોદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનો દાખલ થયો છે. તે ગુનામાં પોલીસ ધરપકડથી બચવા માટે દર્શનના કહેવાથી પ્રફુલ પંચાલે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બગોદરા પોલીસ આવ્યાની હકીકત છુપાવી ત્રણ અજાણ્યા શખ્સો આવી ઘરમાંથી રોકડ રકમ તથા દાગીના લઇ ગયા હોવાની ખોટા આક્ષેપ કર્યા હતા.
રણોલ ખાતે રહેતા ઠગ દર્શન પ્રફુલભાઇ પંચાલે પેટ્રોલ પંપના સંચાલક સાથે ડીઝલના રૂપિયા ન ચૂકવી છેતરપિંડી કરી હતી જેનો બગોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જે ગુનામાં ધરપકડથી બચવા માટે 16 જૂનના રોજ દર્શન પંચાલના કહેવાથી પ્રફુલ મણીલાલ પંચાલે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બગોદરા પોલીસ આવ્યા હોવાની હકીકત છુપાવી હતી તેની જગ્યાએ ત્રણ અજાણ્યા શખ્સો આવીને તેમના ઘરમેથી 23 હજારની રકોડા તથા સોના ચાંદીના દાગીના લઇ ગયા હોવાના ખોટા માહિતી જણાવી હતી.
ઉપરાંત દર્શન પંચાલે 22 જૂનના રોજ પીઆઇને સોશિયલ મીડિયા પર ખોટા આક્ષેપો કરી રાજ્ય સેવક તરીકે હાનિ પહોંચાડવા માટેના શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
જેથી જવાહનનગર પીઆઇ એમ એન શેખ દ્વારા દર્શન પંચાલ તથા પ્રફુલ પંચાલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો 182, 189 મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દાગીના અને રોકડની લૂ્ટ બાબતે ગુનો દાખલ કરાવવા એક કાયદાના નિષ્ણાંત વકીલ દ્વારા પણ ફોન પર વાતચીત કરાવી ગુનો દાખલ કરાવવા દબાણ કરાવ્યું હતું.
ખોડિયાર પેટ્રોલ પંપના સંચાલકે રૂપિયા માગતા ત્રણ શખ્સોએ પતાવી દેવાની ધમકી આપી
મે 2023ના રોજ પેટ્રોલ પંપના સંચાલક યોગેશ પરમાર કારમાં તરસાલી ખાતે આવ્યો હતો ત્યારે દર્શન ભીખાભાઇ પંચાલની નવ્યા કોર્પોરેશનની ઓફિસે રૂપિયાની ઉઘરાણી માટે ગયો હતો. ઓફિસ બહાર દર્શન પંચાલ, મયંક પંચાલ રાહુલસિંગ ઠાકોર ,દર્શનનો ભાઇ ભીખા આકાશ ભીખા પંચાલ તથા જીનિત દિવેચા સાથે પરીચય કરાવ્યો હતો. પેટ્રોલ પંપના સંચાલકે રૂપિયાની માગણી કરતા અન્ય આકાશ રાહુલ અને જીનિતે જો હવે ફરી દર્શન અને મયંક પાસે રૂપિયા માગ્યા છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સંચાલક ગભરાઇને સ્થળ પરથી જતો રહ્યો હતો.

Most Popular

To Top