National

ભારત-ચીન બોર્ડર પર 18 મજુરો રહસ્યમય રીતે ગુમ, એકની લાશ મળી

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશ(Arunachal Pradesh)માં ભારત(India)-ચીન(China) બોર્ડર(border) પાસે રોડ(Road) પ્રોજેક્ટ(Project) પર કામ કરી રહેલા એક મજૂર(laborer)નું મોત(Death) થયું હતું. આ દરમિયાન 18 મજૂરો ગુમ(Missing) થઇ ગયા છે. આ કામદારો 5 જુલાઈથી ગુમ હોવાનું કહેવાય રહ્યું છે. એક મજૂરનો મૃતદેહ મળી આવ્યો છે. જયારે બાકીના 18 મજુરોની શોધખોળ હાથ ધરી છે. આ માટે રેસ્કયુ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. દામિન એ ભારત અને ચીનની સરહદ નજીક આવેલા કુરુંગ કુમે જિલ્લામાં એક આંતરિક વિસ્તાર છે. અહીં રોડ બોર્ડર ઓર્ગેનાઈઝેશન (BRO)ની દેખરેખ હેઠળ રોડ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. BRO નોર્થ ઈસ્ટ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું મોટું નેટવર્ક બનાવી રહ્યું છે. આ અંતર્ગત દમિનમાં કામ કરાવવા માટે મજૂરોને અહીં લાવવામાં આવ્યા હતા. જિલ્લાના ડેપ્યુટી કમિશનર બેંગિયા નિઘીના જણાવ્યા અનુસાર, 5 જુલાઈથી, દામિનમાં કામ કરતા મજૂરોને કંઈપણ ખબર નથી. તેમાંથી મોટાભાગના આસામના લોકો છે.

ઈદ પર ઘરે જવા માંગતા હતા મજૂર
એક પોલીસ અધિકારીનો દાવો છે કે મજૂરોએ ઈદનો તહેવાર મનાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી રજા માંગી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે ના પાડી દીધી હતી. ત્યારબાદ આ મજૂરો પગપાળા ઘરે જવા રવાના થયા હતા અને કુરુંગ કુમેના ગાઢ જંગલોમાં ખોવાઈ ગયા હતા. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી 18 મજૂરો વિશે કંઈ જાણવા મળ્યું નથી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ કુમી નદીના પૂરમાં ધોવાઈ ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુમ થયેલા મજૂરોને શોધવા માટે એક રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી છે.

નદી પાર કરતી વખતે ડૂબવાની આશંકા
રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલી ટીમે જણાવ્યું કે, રસ્તામાં આવતી કુમી નદી પાર કરતી વખતે મજૂરો ડૂબી ગયા હોય તેવી શક્યતા છે. જોકે નદીમાં મજૂરો ક્યારે ડૂબ્યા તે વિશે કોઈ માહિતી મળી નથી. તેમના ઘરના લોકોને પણ આ વિશે કોઈ માહિતી મળી નથી. બસ એટલું જાણવા મળ્યું છે કે, એક સપ્તાહ પહેલાં તેઓ ચાલતા ઘરે આવવા નીકળ્યા હતા. રસ્તામાં કુમી નદી આવે છે. તેને પાર કરતી વખતે આ દુર્ઘટના થઈ હોવાની શક્યતા છે.

ઉત્તરપૂર્વના ઘણા વિસ્તારોમાં પૂર
ઉલ્લેખનીય છે કે , ઉત્તરપૂર્વના ઘણા વિસ્તારો આ દિવસોમાં વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યા છે. અરુણાચલ પ્રદેશ , આસામ અને મિઝોરમમાં ભારે વરસાદને કારણે નદીઓ વહેતી થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં, અરુણાચલના કુરુંગ કુમે જિલ્લામાં બે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાનોને જોડતો પુલ પૂરમાં ધોવાઈ ગયો હતો. આ પુલ જિલ્લાના મુખ્ય મથક કોલોરિંગને દામિન સાથે જોડવાનું કામ કરે છે, જે અચાનક પૂરમાં ધોવાઈ ગયો હતો.

Most Popular

To Top