Gujarat

નલીયામાં 11 ડિગ્રી ઠંડી : 17થી 21મી સુધી માવઠાની સંભાવના

રાજ્યમાં મંગળવારે સતત શીત લહેરની અસરને પગલે ઠંડીનો પારો સતત નીચે ઉતરી રહ્યો છે. ખાસ કરીને કચ્છના નલીયામાં 11 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 17થી 21મી નવે. દરમ્યાન દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના વ્યકત્ત કરાઈ છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમ્યાન રાજ્યમાં હજુયે 2થી 3 ડિગ્રી ઠંડી વધવાની શકયતા રહેલી છે.
રાજ્યમાં આજે કચ્છના નલીયામાં 11 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. આ ઉપરાંત બીજા ક્રમે ડીસામાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. શીત લહેરની અસર હેઠળ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે જો કે બીજી તરફ રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 18 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., વડોદરામાં 18 ડિ.સે., સુરતમાં 22 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 16 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., અમરેલીમાં 19 ડિ.સે., ભાવનગરમાં 20 ડિ.સે.,રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 18 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું

Most Popular

To Top