Gujarat

રાજ્યમાં 38 કરોડની 6916.23 મે.ટન મગફળીની ટેકાના ભાવે 3602 ખેડૂતો પાસેથી ખરીદી કરાઈ

રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી નાગરિક પુરવઠા નિગમ દ્વારા આ ખરીદી શરૂ કરાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 2.65 લાખ ખેડૂતોએ મગફળની ખરીદી માટે નોંધણી કરાવી છે. તા.15મી નવે. સુધીમાં રાજ્યમાં 38.39 કરોડની 6916.23 મે.ટન મગફળીની ખરીદી કરાઈ છે.

રાજ્યમાં 3602 ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. હાલમાં ટેકાના 5550 પ્રતિ કવિ.નો ભાવ ટેકાનો છે જો કે બજારમાં ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવે ખરીદી કરાઈ રહી છે. મગફળી ઉપરાંત મગ, અડદ તથા સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે.

સોમવારે સવારે ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં નવી રવિ સીઝનમાં ખેડૂતો માટે ઉપયોગી એવો 62000 મે.ટન ડીએપી તથા 21700 મે.ટન જેટલો એનપીકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. જે રાજ્યમાં વિવિધ સ્થાનો પર વહેચી દેવામાં આવશે. રાજ્યમાં દર વર્ષે 38થી 40 લાખ મે.ટન જેટલા રાસાયણિક ખાતરનો જથ્થો ઉપયોગમાં લેવાય છે.

જેની સામે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે 4200થી 4300 કરોડની સબસિડી ચૂકવવામાં આવે છે. ખરીફ સીઝન 2021માં 94.93 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. જેમાં 11.77 લાખ મે.ટન યુરીયા, 2.59 લાખ મે.ટન ડીએપી, 3.38 લાખ મે.ટન એનપીકે તથા 0.63 લાખ મે.ટન મ્યુરેટ ઓફ પોટાશ ખેડૂતોને પૂરુ પાડવામાં આવ્યું હતુ

Most Popular

To Top