National

પોતાના 14 દિકરી-દિકરા છે તેમ છતા આ મહિલા પીએમ મોદીને આપવા માંગે છે 25 વીધા જમીન

રાજગઢ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આખી દુનિયામાં ખુબજ લોકપ્રિય છે. તેમણે આખી દુનિયામાં પોતાની એક અનોખી અને આગવી ઓળખ ઉભી કરી છે. ભારતમાં નરેન્દ્ર મોદીના કેટલા લોકો ફેન છે તેનો એક કિસ્સો મધ્ય પ્રદેશના (Madhya Pradesh) રાજગઢમાંથી (Rajgarh) સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના રાજગઢમાં એક 100 વર્ષની વૃદ્ધ મહિલા (100 year old woman) નરેન્દ્ર મોદીને પોતાનો દિકરો માને છે. પોતાના 14 દિકરી-દિકરા કરતા પણ વધારે માને છે. તે મહિલા પોતાની 25 વીધા જમીન પીએમ મોદીના નામે કરવા માંગે છે.

આ વૃદ્ધ મહિલા મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના હરિપુરા જાગીર ગાંવની રહેવાસી છે. આ વૃદ્ધ મહિલાનું નામ માંગીબાઈ તંવર છે. માંગીબાઈ તંવરના કુલ 14 દિકરી-દિકરા છે. તેમ છતા તેનો સૌથી પ્રિય દિકરો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માને છે. માંગીબાઈ તંવરનું કહેવુ છે કે મોદી મારો લાલ છે, મારો દિકરો છે. મોદી એક દિકરા તરીકેની બધી જ ફરજો નિભાવી રહ્યો છે જે આજના સમયમાં સાચા દિકરી-દિકરા પણ નથી નિભાવતા.

મોદી ખરાબ પાકનું વળતર આપે છે : માંગીબાઈ તંવર
માંગીબાઈ તંવરએ કહ્યું હતું કે મોદી અમને ઘઉં અને ચોખા આપી રહ્યો છે. તે મફતમાં સારવાર આપી રહ્યો છે. પાક ખરાબ થાય તો તે તેનું વળતર પણ આપે છે. તેમણે વધૂ કહ્યું કે તે જીવન જીવવા માટે વિધવા પેન્શન પણ આપે છે. અમને તીર્થયાત્રાઓ કરાવી, અમને રહેવા માટે ઘર બનાવીને આપ્યું. માંગીબાઈ તંવર પીએમ મોદીને ભગવાન માને છે. માંગીબાઈ તંવરે પોતાના ઘરમાં વડાપ્રદાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ રાખ્યો છે. તેમણે કહ્યું હતું કે હું દરરોજ સવારે ઉઠ્યા પછી હું મારા લાલ મોદીનો ચહેરો જોઉં છું, હું તેમને આશીર્વાદ આપું છું. પણ મને એક વાર મોદીને મળવાની ઈચ્છા છે, હું તેમને આશીર્વાદ આપવા માંગુ છું અને મારી પાસે જે 25 વીઘા જમીન છે તે હું મોદીને આપવા માંગુ છું.

પીએમ મોદી દિલ્હી આવા માટે રવાના
આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બે દિવસીય ઈજિપ્તની યાત્રા પુર્ણ કર્યા પછી ભારત આવવા માટે રવાના થયા છે. પીએમ મોદી ઈજિપ્તની રાજધાની કૈરાથી દિલ્હી આવવા માટે નીકળી ગયા છે. પીએમ મોદી અમેરિકાની પોતાની રાજકીય મુલાકાતની સમાપ્તિ બાદ ઈજિપ્તની બે દિવસીય રાજકીય મુલાકાતે ગયા હતા. તેઓ શનિવારના રોજ ઈજિપ્ત પહોંચ્યા હતા.

Most Popular

To Top