Madhya Gujarat

સિંગવડમાં રોયલ્ટી ભર્યા વગરનું ઓવરલોડ રેતીનુ ડમ્પર ઝડપાયું

સિંગવડ, તા.9
સિંગવડમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ રેતીના ડમ્પરને પકડી પાડતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સિંગવડ ખાતે રેતી ની ગાડીઓ ઓવર લોડિંગ જતી હોય જ્યારે ઘણી વખત તો રેતી ની ગાડીઓ પરમિટ વગર પણ જતી હોય છે અને ઉપર રેતી પર ઢાંક્યા વગર પણ જતું હોવાના લીધે સરકારી તંત્ર લાલ આંખ કરતી હોય છે જ્યારે પરમીટ વગરની રેતી લઈ જતા સરકારી તંત્રને ઘણું નુકસાન જતું હોય તેના ધ્યાનમાં રાખીને સિંગવડ ખાતે 4 1 2024ના રોજ એક 40 ટણ ભરેલી રેતી રોયલ્ટી વગરનો ડમ્પર gj 20 x 4927 આવ્યું હતું તે સમયે આ સાદી રેતીના ડમ્પર પાછળ ખાણ ખનીજ વિભાગના અધિકારી આવી જતા આ પર ડમ્પરમાં રોયલ્ટીનું પરમિટ તપાસ કરતા નહીં હોવાના લીધે તેને રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યું હતું જ્યારે આ સીઝ કરેલા ડમ્પરને ખાન ખનીજ વિભાગ દ્વારા દંડની રકમ 3,016,000 8 જાન્યુઆરી 2024 ના રોજ ભરવામાં આવતા તેને 8 જાન્યુઆરી 2024ના રોજ રણધીપુર પોલીસ સ્ટેશન મા દંડના રકમની પાવતી આપતા રણધીપુર પોલીસ દ્વારા છોડવામાં આવ્યું હતું

Most Popular

To Top