Vadodara

સમા સાવલી રોડ ઉપર ભુવો પડતા અકસ્માતનો ભય

  • છેલ્લા એક મહિના ઉપરાંતથી થોડા થોડા અંતરે બે ભુવા
  • નવા રોડ ઉપર ભુવો પડતા ભ્રષ્ટાચારના આરોપ

શહેરના સમા સાવલી રોડ ઉપર નવા બનાવાયેલા રોડ ઉપર ભુવો પડ્યો છે. અગાઉ આ ખાડાથી થોડા જ અંતરે અન્ય એક ખાડો પણ પડ્યો હતો. આ માર્ગ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હતો. અને તેમાં થોડા થોડા અંતરે જ ભુવો પડ્યો છે. ત્યારે કેટલી તકલાદી કામગીરી કરવામાં આવી છે તે સ્પષ્ટ થઇ રહ્યું છે. આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

વડોદરા શહેરના સમા સાવલી રોડ ઉપર એકાદ મહિના અગાઉ એક મસમોટો ભુવો પડ્યો હતો. તેના થોડા જ દિવસોમાં થોડા જ અંતરે અન્ય સ્થળે ભુવો પડ્યો હતો. આ ખાડામાં કોઈ વાહનચાલક ન ખાબકે તે માટે કુંડુ મુકવામાં આવ્યું  હતું. પાલિકા દ્વારા તાજેતરમાં જ આ માર્ગ નવો બનાવવામાં આવ્યો છે. અને તેમાં થોડા થોડા અંતરે બે ભુવા પડતા  કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. વાહનચાલકો માટે આ બંને ભુવા અકસ્માતનું કારણ બની શકે છે. પાલિકા દ્વારા સત્વરે આ બંને ભુવા પૂર્વની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. જો કે સામાજિક કાર્યકર દ્વારા પાલિકા સામે ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. અને આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top