SURAT

શહેરમાં SIMI માં અગાઉ નામ આવ્યું હોય તેવા 10 જણાને એસઓજીની નોટિસ

સુરત: (Surat) સીમી (સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા) (SIMI) સંસ્થા ઉપર પ્રતિબંધ (Ban) સામે જેમને રજૂઆત કે વાંધા હોય તેમને દિલ્હી હાઈકોર્ટ સ્થિત ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) ટ્રિબ્યુનલમાં કરી શકાશે. આ માટે એસઓજીએ શહેરમાં જે તે સમયે પકડાયેલા અને બાદમાં નિર્દોષ છુટેલા લોકોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે.

  • શહેરમાં SIMI માં અગાઉ નામ આવ્યું હોય તેવા 10 જણાને નોટિસ
  • સીમીના પ્રતિબંધ સામે રજૂઆત, વાંધા હોય તો દિલ્હી હાઈકોર્ટ સ્થિત ગેરકાનૂની પ્રવૃત્તિઓ(નિવારણ) ટ્રિબ્યુનલમાં કરી શકાશે

કેન્દ્ર સરકાર દ્વારા UA(P) એક્ટ હેઠળ SIMI(સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા) સંસ્થા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે બાબતે નિમાયેલી ટ્રિબ્યુનલ દ્વારા ગત 29 ફેબ્રુઆરીના રોજ પ્રાથમિક સુનાવણી રાખવામાં આવી હતી. અને આગામી સુનાવણી 9 એપ્રિલ 2024 ના રોજ દિલ્હી હાઈકોર્ટ, ન્યુ દિલ્હી ખાતે રાખવામાં આવી છે. સિમી સંસ્થા સાથે જોડાયેલા વ્યક્તિઓને આ સંદર્ભે જો કોઈ રજૂઆત, વાંધા, જવાબ એફિડેવિટ હોય તો ટ્રિબ્યુનલની સુનાવણીની આગામી તારીખ પહેલાં દિલ્હી હાઈકોર્ટ ખાતે ફાઈલ કરી શકાશે. આ માટે સુરત એસઓજી દ્વારા આવા 10 જેટલા લોકોને હાલ નોટીસ આપી છે.

પ્રતિબંધિત સંગઠન ‘સીમી’ કેસમાં 127 ઇસ્લામિક ઍક્ટિવિસ્ટ નિર્દોષમુક્ત થયા હતા
વર્ષ 2021 માં સુરતની કોર્ટે પ્રતિબંધિત સંગઠન ‘સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા’ (સીમી) સાથે કથિત સંડોવણી હોવાનો જેમની પર આરોપ હતો તેવા કુલ 127 ઇસ્લામિક ઍક્ટિવિસ્ટોને નિર્દોષમુક્ત કર્યાં હતા. વર્ષ 2001માં આ મામલે કુલ 127 લોકોની સુરતમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની અટકાયતો એ સમયે ‘અન લૉ ફૂલ ઍક્ટિવિટી(પ્રિવેન્શન) ઍક્ટ- 1967ના ભંગ બદલ થઈ હતી. તમામ ઍક્ટિવિસ્ટો એક ‘લઘુમતી શિક્ષણ’ મામલેના ત્રણ દિવસના સેમિનાર માટે 2001માં સુરત આવ્યા હતા. પછી તેમને સીમી સંગઠન સાથેની કથિત સંડોવણીની શંકાના આધારે પકડી લેવાયા હતા.

Most Popular

To Top