Vadodara

વડોદરા શહેર જિલ્લામાં તમારા મતદાન મથકને જાણો “Know Your Polling Station (KYPS)” કેમ્પેન



*જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે શહેરના વિવિધ ૧૫ જેટલા મતદાન મથકોની લીધી મુલાકાત*


આગામી લોકસભાની ચૂંટણી-૨૦૨૪માં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણીપંચની સૂચનાઓ મુજબ વડોદરા શહેર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ બાબતે જુદા-જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

રવિવારે શહેર જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે “Know Your Polling Station (KYPS)” કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જે તે મતદાન મથકના BLO મતદાર યાદી સાથે હાજર રહી મતદારોને મતદાન મથક સંબધિત માહિતીની જાણકારી આપી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાહે આજે શહેરના વિવિધ ૧૫ જેટલા મતદાન મથકોની મુલાકાત લઈ બી.એલ.ઓને મતદાન મથકની તમામ જાણકારી મતદારોને આપવા સહિત મતદાન માટે જરૂરી પુરાવાઓ અંગેની જાણકારી આપવા સૂચનાઓ આપી હતી.

મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા અને એકથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતા પોલીંગ સ્ટેશન લોકેશન પર ક્યા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મુંઝવણ અનુભવતા હોય છે. જે અંગે મતદારોને, મતદાર યાદીમાં તેઓના ક્રમ તથા મતદાન મથકની માહિતી ઉપલબ્ધ કરાવવા જિલ્લાના દરેક મતદાન મથકે તમારું મતદાન મથક જાણો કાર્યક્રમ યોજાયો હતો.જેનો મહત્તમ મતદારોએ લાભ લઈ જાણકારી મેળવી હતી.

આ મુલાકાત દરમ્યાન મામલતદાર મનોજ દેસાઈ, ચૂંટણી શાખાના મામલતદાર દુષ્યંત મહેતા સહિત ચૂંટણી શાખાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Most Popular

To Top