Vadodara

વડોદરા : કતલના ઈરાદે લઇ જવાતા 18 પશુઓને બચાવાયાં

ગોધરાથી પશુઓ ભરીને સુરત ખાતે લઇ જતો ટેમ્પો ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપાયો, ચાલકની ધરપકડ, પશુઓ મોકલનાર તથા મંગાવનાર વોન્ટેડ

(પ્રતિનિધિ) વડોદરા તા.28

ગોધરાથી પશુઓ ટેમ્પામાં ભરીને સુરત ખાતે કતલના ઇરાદે લઇ જતા ચાલકને જીવદયા કાર્યકરોની મદદથી હરણી પોલીસે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતા ઘાસચારા તથઆ પાણી સુવિધા વિના ખીચોખીચ બાંધેલા 18 પશુઓ મળી આવ્યા હતા. જેથી પોલીસે, ટેમ્પો અને મોબાઇલ મળી 7.85 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે પશુ ભરી મોકલનાર તથા મંગાવનાર વોન્ટેડ જાહેર કર્યા છે.

વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર સામે બિન ફિલ્ડ સોસાયટીમાં રહેતા અંકિતકુમાર જેનનકુમાર ખાસ જીવદયા સમિતિમાં સભ્ય છે તેઓ 27  અપ્રેલિના રોજ રાત્રીના એક વાગ્યના અરસામાં અન્ય કાર્યકર સતિષભાઈ સનાભાઈ પરમાર તથા જીતેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઈ ચૌધરી સાથે શનિવારે સત્રીનાએખ  વાગ્યાની આસપાસ  પાપાગઢ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને  હાથોલ મેઇન સેડ ગોલ્ડન ટોલનાકા પાસે પરત આવ્યા હતા.  ત્યારે એક ટેમ્પામાં પશુઓ ભરેલા હોવાની શંકા જતા તેઓએ તાત્કાલીક 100 ઉપર ફોન કરતા પોલીસની ગાડી આવી ગઇ હતી. જેથી પોલીસ સાથે મળીને ગોલ્ડન ટોલનાકા પાસે ટેમ્પો ઉભી રખાવી ડ્રાઇવરને ટેમ્પામાં શુ છે તેવું પુછતા પશુઓ હોવાનુ જણાવ્યું હતુ. જેથી પોલીસે તેની પાસે પશુઓની હેરાફેરીનું પરમિટ માગતા ન હતું. જેથી હરણી પોલીસે મોહસીન યુસેન બુમલા (રહે. સાતપુલ વેજલપુર રોડ ગોધરા જી.પંચમહાલ)ને સાથે રાખીને આઇસર ટેમ્પામાં પાછળ તપાસ ખીચો ખીચ બાંધેલી 16 ભેંસો અને બે નાની પાડી મળી કુલ 18 પશુઓ ભરેલા હતા. ઉપરાંત પશુઓને ખાવા માટે ચારો, પાણી કે હવા ઉજાસની કોઈ વ્યવસ્થા રાખી ન હતી. જેથી પશુઓને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જીવદયા કાર્યકરની ફરિયાદના આધારે હરણી પોલીસે 18 પશુઓ રૂ. 3.30 લાખ, આઈસર ટેમ્પો રૂ.4.50 લાખ અને મોબાઇલ મળી રૂ.7.85 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી પશુ મોકલનાર ઇકબાલ મહંદ ભોચુ (રહે ગોધરા) તથા મંગાવનારને વોન્ટે જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ચાલકે ગોધરા મસ્જિદ પાસેથી ટેમ્પામાં પશુઓ ભરીને કતલના ઇરાદે સુરત ખાતે લઇ જતો હોવાનુ જાણવા મળ્યું છે.  

Most Popular

To Top