Vadodara

ડભોઇ.વડોદરા રોડ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

8ને ઇજા, 3 ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા

ડભોઇ વડોદરા રાજ્યધોરી માર્ગ ઉપર થુવાવી પાસે રાજલિ ક્રોસિંગ નજીક વેગન આર કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં 8 લોકો ઈજાગ્રસ્ત અને 1 મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદ થી વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

ડભોઇ વડોદરા રાજ્યધોરી માર્ગ ઉપર થુવાવી ગામ નજીક અંબાવ ગામની 3 મહિલાઓ ઓટો રીક્ષામાં સવાર થઈ વડોદરા તરફ જઈ રહ્યા હતા, તો બીજી તરફ વેગન આર કાર નર્મદા પ્રતિક્રમા કરી પરત વડોદરા તરફ જતા રજલી નજીક ઓટો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓટો રિક્ષામાં ચાલક સહિત 2 મહિલા ને ઈજા થઈ હતી. તો અંબાવ ગામના મંજુલાબેન મગનભાઈ તડવીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કાર માં સવાર 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેના 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વડોદરા સારવાર અર્થે લઇ જવાયા હતા. સમગ્ર ઘટનામાં 8 લોકોને ઈજા અને એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજતા ડભોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક ને પી એમ અર્થે મોકલી આપી અકસ્માત ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top