Indian National Congressની પરંપરા મુજબ યુવા પેઢીને આગળ લાવી નેતૃત્વ સોંપવાનો અભિગમ સતત મજબૂત બનતો જાય છે.
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા, શિક્ષિત અને સક્રિય નેતા વિશાલ પટેલ ને શહેર કોંગ્રેસ સમિતિના “પ્રવક્તા” તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આ નિમણૂંક સાથે સંગઠનને નવી ઊર્જા, તાજું વિચારમંથન અને યુવાનોમાં વધુ જોડાણ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વિશાલ પટેલ લાંબા સમયથી સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે અને તેઓના અનુભવનો લાભ હવે શહેર સ્તરે મળશે.
શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ વિશાલ પટેલને શુભેચ્છાઓ પાઠવી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ પક્ષની વિચારધારાને અસરકારક રીતે જનમાનસ સુધી પહોંચાડશે.