Madhya Gujarat

મોરવા હડફના ખટવા ગામના યુવકનુંહૃદય રોગના હુમલાથી મોત

શહેરા, તા.૧૫
મોરવા હડફ તાલુકાના ખટવા ગામના 39 વર્ષીય યુવકનું મેચ જોતા જોતા અચાનક ચક્કર આવતા મોત,યુવકનું મોત હૃદય રોગના હુમલાથી થયું હોવાનું જાણવા મળ્યું. ઉત્તરાયણના દિવસે પંચમહાલ જીલ્લામાં વધુ એક યુવકનું હૃદય રોગના હુમલામાં મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો,જેમાં મોરવા હડફ તાલુકાના ખટવા ગામના કટારા ફળીયામાં રહેતો 39 વર્ષીય નરસીંગભાઈ અમરાભાઈ કટારા નામમો યુવક તેના ફળીયામાં આવેલ પ્રાથમિક શાળા નજીક આવેલા મેદાનમાં ગામના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યાં નરસીંગભાઈ મેચ નિહાળવા માટે ગયો હતો,જ્યાં તેને મેચ જોતા જોતા અચાનક ચક્કર આવી જતા તે જમીન ઉપર ઢળી પડતા સ્થાનિકો ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવતા અચાનક ઢળી પડેલા નરસીંગને મોરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આમ ખટવા ગામના આશાસ્પદ યુવકનું ઉત્તરાયણ પર્વે અકાળે મોત નિપજતાં પરિવાર શોકમગ્ન થયો હતો. નરસીંગભાઈ મેચ નિહાળવા માટે ગયો હતો,જ્યાં તેને મેચ જોતા જોતા અચાનક ચક્કર આવી જતા તે જમીન ઉપર ઢળી પડ્યા હતા.

Most Popular

To Top