NEET પેપર લીક મામલે શિક્ષણમંત્રી ધ.પ્રધાનના રાજીનામાની માંગણી સાથે દિલ્હીના જંતરમંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) અને સામાજીક કાર્યકર સોનમ વાંગ્ચુકે ભૂખ હળતાળ શરૂ કરી. વ.પ્ર. નરેન્દ્ર મોદીજીએ તેમના સ્વભાવ પ્રમાણે સમગ્ર આંદોલનની શરૂઆતમાં ઘોર ઉપેક્ષા કરી. અહંકાર અને સત્તાભિમાન એ મોદીજીનો સ્વભાવ છે. પરીણામે આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને દેશના બધા ક્ષેત્રોમાંથી પણ વિરોધ પ્રગટ થયો. એક તબક્કે સોનમજીનો જીવ જોખમમાં આવી ગયો. છેવટે NDA સરકારે હાર સ્વીકારીને CJPની બધી જ માંગણીઓ સ્વીકારી. અત્યાર સુધીમાં NEETના પેપર અનેક વખત ફૂટ્યા છે.
તો NDA સરકારને આવા ટાસ્ક ફોર્સની રચનાનું કેમ ન સૂઝયું? તેઓ એક મોટા આંદોલનની રાહ જોતા હતા? લા.બ. શાસ્ત્રીજીએ 1956માં થયેલા એક રેલ્વે અકસ્માતની નૈતિક જવાબદારી સ્વીકારીને રેલ્વે મંત્રી પદેથી રાજીનામું આપી ઘરે બેસી ગયા હતા. તેવી જ રીતે ધ.પ્રધાન પણ NEET પેપરના લીક થવાના મુદ્દે પોતાની નૈતીક જવાબદારી સ્વીકારીને રાજીનામું આવ્યું હોત તો તેઓ પણ શાસ્ત્રીજીની જેમ લાંબા સમય સુધી યાદ રહેતે! અને મોદીજી, લોકોનો પ્રેમ સંપાદન કરવો હોય અને ભાજપ સરકારને લાંબો સમય સુધી ટકાવવી હોય (જે અત્યંત જરૂરી છે) તો અંહકાર છોડીને ઝૂકતા શીખો – લોકોના અવાજને સાંભળતા શીખો!
સુરત – ડૉ. કીરીટ એન ડુમસીયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.