Charchapatra

મોદીજી કોના માટે રાજ કરે છે?

તાજેતરમાં ગુજરાત ‘બેન્ક વર્કર્સ યુનિયને’ જાહેર કરેલ એક દસ્તાવેજી હકીકત મુજબ હાલની કેન્દ્ર સરકારે (મોદી સરકારે) છેલ્લાં 2 વર્ષમાં દેશના 13 ઉદ્યોગપતિ મિત્રોના બેન્કીંગ લોન હેઠળ દેવાના રૂા. લાખ કરોડ જેવા જંગી રકમ માફ કરી દીધી છે અને હજી સંસદના આગામી સત્રમાં બીજા 6 લાખ કરોડ માફ કરવાનું બીલ લાવનાર છે. અર્થાત્ માત્ર 2 વર્ષમાં ઉદ્યોગપતિ મિત્રોનું 14 લાખ કરોડ રૂા. જેટલું અધધધ દેવું તેઓ માફ કરશે! આ ઉદ્યોગપતિઓ સંતાનોના લગ્નમાં 200/300 કરોડ ચણા- મમરાની જેમ વાપરે છે. 500/500 કરોડના આવાસોમાં રહે છે. કરોડોની લકઝરિયસ કારોમાં ફરે છે. એક બાજુ મોદીજી ઉદ્યોગપતિઓને અઢળક માફી આપે છે.

બીજી બાજુ સામાન્ય માનવી પાસે ચેકબુકના રૂ., બેન્ક પાસબુક પ્રિન્ટીંગના રૂ., ચેક રીટર્ન થવાના રૂ., ખાતામાં પર્યાપ્ત બેલેન્સ ન જળવાય તો રૂ., જે ટ્રાન્જેકશન કરો તેના એસએમએસના રૂ., સ્ટેટમેન્ટ મેળવવું હોય તોય રૂ. કાપી લેવાય છે! રેલવે મુસાફરીમાં સિનિયર સિટીઝનોને અપાતું 20/25 કે 40 રૂ. જેટલું મામૂલી કન્સેશન બંધ કરી ચૂકયા છે!અને ઉદ્યોગપતિઓનું દેવું માફ કરે છે. સામાન્ય માનવી જો કોઇ સંજોગોમાં પોતાનો મિલ્કતવેરો ન ભરી શકે તો એ મિલ્કતને સીલ મારતાં કે એની જાહેર હરાજી કરતાં અચકાતી નથી! અને જે મોદી સરકાર 2 વર્ષમાં ઉદ્યોગપતિઓના 14 લાખ કરોડ માફ કરે છે એ સરકાર દેશનાં સુરક્ષા દળો માટે વર્ષે માત્ર બે લાખ પચાસ હજાર કરોડ ફાળવે છે. હવે વિચારજો આ સરકાર કોના માટે કામ કરે છે?
સુરત     -જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આણા-પીયાણા બની ગયા છે ડોલરિયા-કોલરિયા!
‘‘મારે સાસરિયે નઈ કોઈ કેજો એટલ હું કે, પ્રીતમજી આણા મોકલે’’ નવ પરણોતર ગુજરાતણને મૂળે મુકાયેલા આવા શબ્દો અને એની પાછળ પ્રેરક ભાવના વિભાવના આજે ડોલરિયા રંગની અને ઉચા કોલરવાળાની સંગે લગ્ન સહિતના બધા વિધિ રિવાજમાં માત્ર ને માત્ર પ્રદર્શન સાચી ખોટી મોટાઈનો વિષય બની જતા સમાજમાં આવા મોટા ખર્ચાને ટાળવા સમુહલગ્ન પ્રચલિત તો થયા પણ એમાયે પેલો ડોલરિયો રંગ જ NRI માટે વટનો વિષય બની ગયો આ તે કેવી લગન?
ધરમપુર   – ધીરૂભાઈ મોરાઈ – લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top