Business

મેથી મલાઇ પનીર

સામગ્રી
કાંદા-કાજુની પેસ્ટ માટે
2 મધ્યમ કાંદા
10 નંગ શેકેલા કાજુ
1’’નો ટુકડો આદુ
3-4 કળી લસણ
1 નંગ લીલું મરચું
3 નંગ એલચી
1 કપ પાણી
કરી માટે
2 ટેબલસ્પૂન ઘી
1-2 નંગ તમાલપત્ર
1/2’’નો ટુકડો તજ
1 કપ સમારેલી મેથીની ભાજી
225 ગ્રામ પનીરના ટુકડા
1 ટીસ્પૂન ધાણા પાઉડર
1/4 ટીસ્પૂન હળદર
1/4 ટીસ્પૂન ગરમ મસાલો
1/2 ટીસ્પૂન લાલ મરચું
સ્વાદાનુસાર મીઠું
2 ટેબલસ્પૂન ક્રીમ
1 1/2 કપ પાણી
1 ટીસ્પૂન કસૂરી મેથી

રીત
• એક પેનમાં એક કપ પાણી ગરમ કરી તેમાં સમારેલાં કાંદા, આદુ, લસણ, લીલું મરચું, કાજુ અને એલચી નાખી મધ્યમ તાપે 15-20 મિનિટ થવા દો. કાંદા ચડી જશે અને લગભગ બધું પાણી ઊડી જશે. ગેસ પરથી ઉતારી મિશ્રણને થોડું ઠંડું થવા દો.
• ત્યાર બાદ તેમાંથી સ્મુધ પેસ્ટ વાટો.
• એક પેનમાં મધ્યમ તાપે ઘી ગરમ કરો. તેમાં તજ અને તમાલપત્ર નાખી સોડમ આવે ત્યાં સુધી 30 સેકન્ડ સાંતળો.
• તેમાં વાટેલી પેસ્ટ નાખી 3-4 મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં ધાણા પાઉડર, હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખી મિકસ કરો.
• તેમાં સમારેલી મેથીની ભાજી નાખી 2 મિનિટ થવા દો.
• ત્યાર બાદ તેમાં મીઠું અને પાણી નાખી 3-4 મિનિટ ઉકળવા દો.
• તેમાં ક્રીમ નાખી મિકસ કરો. પનીરના કયુબ્સ નાખી 2-3 મિનિટ થવા દો.
• છેલ્લે કસૂરી મેથીનો ભૂકો અને ગરમ મસાલો ભભરાવો.
• મેથી મલાઇ પનીરને રોટી/પરાઠા સાથે સર્વ કરો.

પોટેટો-પનીર સ્ટફડ બેલ પેપર્સ ઇન ટોમેટો ગ્રેવી
સામગ્રી
સ્ટફિંગ માટે

1 નંગ ગ્રીન કેપ્સિકમ
1 નંગ રેડ કેપ્સિકમ
1 કપ છીણેલું પનીર
3 નંગ બાફેલા બટાકા
1 ટેબલસ્પૂન કોથમીર
3 ટેબલસ્પૂન કિસમિસ
1/4 ટીસ્પૂન લાલ મરચું
1/2 ટીસ્પૂન જીરું પાઉડર
1/4 ટીસ્પૂન ગરમ મસાલો
સ્વાદાનુસાર મીઠું
સ્વાદાનુસાર મરી પાઉડર
કરી માટે
1 મધ્યમ કાંદો
3 મધ્યમ ટામેટાં
5-6 કળી લસણ
4 નંગ એલચીનો પાઉડર
1 નંગ તમાલપત્ર
1 ટેબલસ્પૂન કાજુ ટુકડા
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1/2 ટીસ્પૂન લાલ મરચું
1/2 ટીસ્પૂન જીરું પાઉડર
1/2 કપ દૂધ
1 ટેબલસ્પૂન ક્રીમ
3-4 ટીસ્પૂન તેલ
સ્વાદાનુસાર મીઠું
ગાર્નિશીંગ માટે કોથમીર

રીત
• એક બાઉલમાં બાફેલા બટાકાનો છૂંદો અને છીણેલું પનીર લો. તેમાં કોથમીર, કિસમિસ, મરી પાઉડર, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું અને જીરું પાઉડર નાખી બરાબર મિકસ કરો.
• કેપ્સિકમમાંથી બધાં બિયાં કાઢી જાડી સ્લાઇસ કરો.
• દરેક સ્લાઇસમાં પનીર- બટાકાનું સ્ટફિંગ ભરો.
• ગ્રીલ પેનમાં થોડું તેલ નાખી સ્ટફડ કેપ્સિકમને 1-2 મિનિટ બંને બાજુ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ગ્રીલ કરો.
• એક પેનમાં મધ્યમ તાપે તેલ ગરમ કરી એમાં તમાલપત્ર અને એલચીનો પાઉડર નાખી એક-બે મિનિટ સાંતળો.
• તેમાં સમારેલું લસણ નાખી લાઇટ બ્રાઉન સાંતળો. ત્યાર બાદ તેમાં કાંદા નાખી એ પારદર્શક થાય ત્યાં સુધી થવા દો.
• કાંદા થઇ જાય એટલે એમાં સમારેલાં ટામેટાં અને કાજુ ટુકડા નાખી મધ્યમ તાપે ટામેટાં ચડી જાય ત્યાં સુધી 5-6 મિનિટ થવા દો. એ ઠંડું પડે એટલે તમાલપત્ર કાઢી એની પેસ્ટ વાટો.
• એ જ પેનમાં 1 1/2 ટી સ્પૂન તેલ ગરમ કરી આદુ-લસણની પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો.
• તેમાં કાંદા-ટામેટાંની પેસ્ટ નાખી બે મિનિટ થવા દો. દૂધ નાખી મિકસ કરો.
• તેમાં જીરું પાઉડર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું નાખી મિકસ કરો. 1/2 કપ પાણી
નાખી ઢાંકણું ઢાંકી 5-6 મિનિટ મધ્યમ તાપે થવા દો.
• ત્યાર બાદ તેમાં ક્રીમ અને કોથમીર નાખી મિકસ કરો.
• કરીમાં સ્ટફડ કેપ્સિકમ નાખી ઢાંકણું ઢાંકી 2-3 મિનિટ થવા દઇ ગેસ બંધ કરી દો.
• કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

દહીંવાલે રાજમા
સામગ્રી
3/4 કપ રાજમા
2 કપ પાણી
કરી માટે
1 1/2 ટેબલ સ્પૂન તેલ
3/4 કપ સમારેલા કાંદા
1 કપ વલોવેલું દહીં
સ્વાદાનુસાર મીઠું
1/4 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન લાલ મરચું
1 1/2 ટીસ્પૂન ગરમ મસાલો

રીત
• રાજમાને નળના પાણી નીચે બરાબર ધુઓ. એને પાણીમાં ઓછામાં ઓછા આઠ કલાક કે આખી રાત પલાળો. પાણી નિતારી લો. રાજમાને કુકરમાં 1 1/2 કપ પાણીમાં બાફો. એક વ્હિસલ વાગે એટલે ગેસ ધીમો કરી 10 મિનિટ થવા દો. વરાળ નીકળી જાય એટલે રાજમા કુકરમાંથી કાઢો.
• એક પેનમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો. એમાં કાંદા અને થોડું મીઠું નાખી કાંદા ગુલાબી થઇ ચડી જાય ત્યાં સુધી થવા દો.
• પેનને ગેસ પરથી ઉતારી તેમાં દહીં નાખો. દહીં ફાટી ન જાય એટલે તરત જ હલાવી મિકસ કરો. તેને ગેસ પર મધ્યમ તાપે મૂકી ઊકળવા દો. થોડી થોડી વારે હલાવતાં રહી ગ્રેવી જાડી થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો.
• તેમાં હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખી મિકસ કરો. તેમાં બાફેલા રાજમા નાખો. જરૂર પડે તો થોડું પાણી નાખી ઉકળવા દો.
• ગરમાગરમ રાજમા રાઇસ સાથે સર્વ કરો.

Most Popular

To Top