Charchapatra

પી.એમ. ફંડને ફાળો ન આપશો, તેના પૈસા ક્યાં વપરાશે તે ખબર નથી

માતૃભૂમિને ચાહનારા દિલેરો ‘પી.એમ. ફંડ’માં ફાળો આપવાનું બંધ કરો કેમકે એ રકમ ૨૦૨૪ ની ચૂંટણીમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ‘કવાટરીયા’ તથા ‘નોનવેજ’ ભોજનમાં ‘મત’ માટે વપરાશે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ‘કોરોના સુપરસ્પેડર’ છે એટલે એમનાથી બેગજની દૂરી બનાવી રાખો અને બચી શકે તો બચો! ચંદ્રકાંત રઘુનાથ પાટીલે ચીખલીને દત્તક લીધું. ચીખલી તાલુકાના ૮૪ ગામડાંઓ અને તાલુકા મથક છે પરંતુ ‘અગ્નિશમન’ની કોઇ વ્યવસ્થા જ નહિ. ‘કોરોના’ના નામે જે હાલે ‘ગોરખધંધા’ઓ ફૂલ્યા છે એમાં મહત્તમ સૌરાષ્ટ્રવાસી, અને ઉત્તર ગુજરાતના જ લોકો જોવા મળી રહ્યા છે. સામાજીક સંસ્થાઓ જે ‘સરકાર’ નથી આપી શકતી એ આપવા માટે પ્રયત્નશીલ છે અને સમાજલક્ષી કામો કરી રહ્યા છે. એને ‘સહકાર’ આપવામાં સરકાર રંગલાની ભૂમિકા ભજવી રહી છે. સમાજમાંથી ચૂંટીને મોકલેલા ‘અમીચંદો’ લોકોનું શોષણ કરવા જ માને છે. જાગો…. જાગો… જાગો…! કુદરતની ‘હવા’ છે એ લેવાનો દરેક નાગરિકનો અબાધિત અધિકાર છે.
ચીખલી – કિરીટ સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top