Columns

તમે તમારા બાળકો માટે આપેલ ‘ઉદાહરણ’ યોગ્ય છે?

એકવાર મધ્યમવર્ગીય મનોજ પોતાના ત્રણ બાળકોને રાજી કરવા સર્કસ જોવા લઇ ગયો,…આમ તો ઘરના બે છેડા ભેગા કરવામાં તે કામમાં જ રહતો, માંડ ઘરનું પૂરું કરી શકતો હતો.આમ તો હરવા ફરવાના મોજ શોખ બાળકોને કરાવતો ન હતો પણ નાની પાંચ વર્ષની દીકરીએ ખુબજ વહાલથી સર્કસ જોવા જવાની માંગણી કરી તેથી તેને તે ના ન પડી શક્યો.પૈસા ઓછા ખર્ચાય એટલે માતાએ ઘરમાં બહુ કામ છે નું બહાનું કાઢ્યું.ત્રણ બાળકો,દસ વર્ષનો નીતેશ,સાત વર્ષનો મિતેશ અને પાંચ વર્ષની નિશા તૈયાર થઇ પિતા સાથે સર્કસ જોવા ગયા.સર્કસ ઘરની નજીકના મેદાનમાં હતુ એટલે ચાલીને ગયા.

મનોજ સર્કસના મેદાનમાં પહોચીને ટીકીટબારી પાસે ગયો,તેણે સૌથી પહેલાં ટીકીટના ભાવ વાંચ્યા અને પોતાને પોસાય તે ભાવ ની ટીકીટ લેવાનું નક્કી કરી ,ટીકીટબારી પર બેઠેલા માણસને ચાર ટીકીટ આપવા કહ્યું મનોજે ગરદીને કારણે નાનકડી નિશાને ઊંચકી હતી.ટીકીટબારી પર બેઠેલા માણસે સામેથી કહ્યું ,”ભાઈ ,પાંચ વર્ષથી નાના બાળકોને મફત એન્ટ્રી છે ,તમે આ દીકરીની ટીકીટ ન લો.” મનોજે કહ્યું ,”ભાઈ મે અહી વાચ્યું કે પાંચ વર્ષથી નાના બાળકોને મફત એન્ટ્રી છે ,પણ મારી દીકરીને પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે માટે તમે મને ચાર ટીકીટ જ આપો.” ટીકીટબારી પરના માણસે કહ્યું,”ભાઈ તમારી દીકરી પાંચ વર્ષની હોય તો પણ નાની લાગે છે ,ચાલશે કોઈ વાંધો નહિ આવે તમે નાહક એક ટીકીટના પૈસા વધારે ખર્ચો છો .”ટીકીટબારીમાંથી પેલા માણસે ત્રણ ટીકીટ આપી.

મનોજ ત્યાંથી ન ખસ્યો તેણે વધુ એક ટીકીટના પૈસા આપ્યા અને બોલ્યો,”ના મને ચોથી ટીકીટ આપોજ ,ભલે મારી દીકરી નાની લાગે છે.પણ પાંચ વર્ષની છે અમે હમણાં બે મહિના પહેલાજ ઘરે તેનો જન્મદિવસ ઉજવ્યો છે .તે પોતે જાણે છે તે પાંચ વર્ષની છે,અને મારા દસ અને સાત વર્ષના દીકરાઓને પણ ખબર છે કે તે પાંચ વર્ષની છે જો અત્યારે હું તમારું માની લાલચમાં આવી તેની ટીકીટ નહિ લઉં તો મારા બાળકો પર તેની ખરાબ છાપ પડશે ભલે વાત એક ટીકીટની હોય મારા બાળકો તેમના પિતાને ખરાબ કામ કરતા જોશે તો પછી તેઓ પણ તેવુજ કરશે.કામ નાનું હોઈ કે મોટું ખોટું કામ ખોટું જ કહેવાય અને જો હું ઈચ્છું કર મારા બાળકો સાચા ,સારા અને પ્રમાણિક બને તો સૌથી પહેલા ઉદાહરણ રૂપે મારે પ્રમાણિક બનવું પડશે .” ચોથી ટીકીટ લઇ મનોજ બાળકો સાથે સર્કસ જોવા અંદર ગયો .

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top