Madhya Gujarat

નડિયાદના સેનેટરી ચેરમેનના દિયરનો ‘રોફ’: ગેરકાયદેસર રીતે ચાર્જ સંભાળ્યા બાદ વિઠ્ઠલ ભીલે સફાઈ કર્મચારીને માર માર્યો

સેનેટરી ચેરમેનના દિયરનો ‘રોફ’
ગેરકાયદેસર રીતે ચાર્જ સંભાળ્યા બાદ વિઠ્ઠલ ભીલે સફાઈ કર્મચારીને માર માર્યો

સેનેટરી ચેરમેનના દિયરનો ‘રોફ’
ગેરકાયદેસર રીતે ચાર્જ સંભાળ્યા બાદ વિઠ્ઠલ ભીલે સફાઈ કર્મચારીને માર માર્યો

સેનેટરી ચેરમેનના દિયરનો ‘રોફ’
ગેરકાયદેસર રીતે ચાર્જ સંભાળ્યા બાદ વિઠ્ઠલ ભીલે સફાઈ કર્મચારીને માર માર્યો



નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગમાં ગેરકાયદેસર રીતે પોતાના ભાભીનો ચાર્જ સંભાળનારા વિઠ્ઠલભાઈ ભીલ એક સફાઈ કર્મચારીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. નડિયાદ નગરપાલિકાના ચાલુ ફરજ પરના સફાઈ કર્મચારી સાથે જાતિવાચક શબ્દો બોલી અપમાન કરી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
નડિયાદ નગરપાલિકાના કાયમી સફાઈ કામદાર લાલુભાઈ આજે સોશિયલ ક્લબથી કબ્રસ્તાન ચોકડી તરફના રસ્તા પર સફાઈ કરી રહ્યા હતા, તે વખતે સેનેટરી ચેરમેન નર્મદાબેન ભીલના દિયર વિઠ્ઠલભાઈ ભીલ તેની પાસે પહોંચ્યા હતા અને આ વખતે આ વિઠ્ઠલભાઈ ભીલે સફાઈ કર્મીને ત્યાં પોતાના મિત્રની ઓફીસ પાસે પહેલા સફાઈ કરી દેવાની, તેમ જણાવ્યુ હતુ. જ્યાં સફાઈ કર્મીએ આ રૂટ પર સફાઈ કરતા આવીને અહીંયા વારી દઈશ, તેમ જણાવતા વિઠ્ઠલભાઈ ભીલે ગાળો બોલી હતી. જેથી સફાઈ કર્મચારીએ ગાળો બોલવાની ના પાડી હતી, જેથી વિઠ્ઠલભાઈ ભીલે વધારે ઉશ્કેરાઈ જઈ અને સફાઈ કર્મચારી લાલુભાઈને ફેંટ પકડી માર માર્યો હતો. તો સાથે જ જાતિવાચક શબ્દો બોલ્યા હતા. આ અંગે સફાઈ કર્મચારીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે વિઠ્ઠલ ભીલની દાદાગીરી સામે લેખિત અરજી આપી ફરીયાદ કરવા દાદ માગી છે. તો સાથે જ મીડિયા સમક્ષ ઉપરોક્ત મુજબ પોતાની આપવીતી જણાવી છે. તેમજ ન્યાય માટે હાલ જિલ્લા કલેક્ટરના શરણે પહોંચ્યા હોવાની પણ વિગતો સાંપડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નડિયાદ નગરપાલિકામાં ચેરમેનોની ટર્મ પૂરી થતા નવી કમિટીઓ રચાઈ હતી, આ કમિટીઓમાં નર્મદાબેન ભીલને સેનેટરી વિભાગના ચેરમેન બનાવાયા હતા. જ્યાં તેમના દિયર ચાર્જ સંભાળવા પહોંચ્યા હતા અને સેનેટરી કર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યુ હતુ. તો સાથે જ આ વિઠ્ઠલ ભીલે સેનેટરી વિભાગના સત્તાવાર દસ્તાવેજો લઈ અને કર્મચારીઓની હાજરી પૂરી મીટીંગ લીધી હતી અને તમામને વોર્નિંગ આપી આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા મામલો ચર્ચાના ચગડોળે ચઢ્યો હતો.

Most Popular

To Top