Vadodara

ખંભાતમાં કેમિકલ ભરેલા ટેન્કરમાં લીકેજ અંગે મોકડ્રીલ યોજાઇ

ખંભાત તાલુકાના સોખડા ગામ પાસે આવેલ ગોલાણા રોડ પર ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ અંતર્ગત કોઇ જ્વલનશીલ પ્રવાહી કે કેમીકલ ભરેલા ટેન્કરમાં કેમીકલ લીકેજ થતાં તેમાં આકસ્મિક આગ લાગી જાય તેવા કટોકટી ભર્યા સંજોગોમાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હાથ ધરવાની થતી આગ નિયંત્રણ અને બચાવ કામગીરી તથા આગથી દાઝેલા વ્યક્તિને સારવાર માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા વિગેરે બાબતે ચકાસણી કરાઇ હતી.

Most Popular

To Top