Vadodara

વડોદરામાં ત્રિરંગા યાત્રા પૂર્વે હરણી લેકઝોન પીડિત પરિવારો પોલીસ દ્વારા નજરકેદ


ન્યાય માટે મુખ્યમંત્રી સામે અરજ ગુજારનાર પરિવાર પર કડક કાર્યવાહી

વડોદરા: આજે વડોદરા શહેરમાં ભાજપ દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાને ઉજવવા માટે ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ત્રિરંગા યાત્રા પૂર્વે હરણી લેકઝોનના પીડિત પરિવારને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પગલાંએ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી છે.

હરણી લેકઝોનના પીડિત પરિવારના કેટલાક સભ્યો, ખાસ કરીને મહિલાઓએ તાજેતરમાં વડોદરા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત દરમિયાન ઊભા રહીને ન્યાય માટે અરજ કરી હતી. આ ઘટના બાદ પીડિત પરિવાર પર પોલીસની કડક નજર રાખવામાં આવી છે અને આજે ત્રિરંગા યાત્રા પહેલા તેમને અટકાવી દેવાયા છે.



આ મામલે પીડિત પરિવારને મળતી ન્યાયની માંગણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ પણ ગરમાયો છે. અગાઉ આ મામલે ભાજપના કાઉન્સિલર આશિષ જોશીને પણ બરતરફ કરવામાં આવ્યા હતા, જેના પગલે આ મુદ્દો વધુ ગંભીર બની ગયો છે.

હરણી તળાવને સસ્તામાં કોટિયા પ્રોજેક્ટમાં સામેલ કરનારાઓના કૌભાંડ સામે પણ આ પરિવાર સતત લડાઈ લડી રહ્યો છે. તળાવમાં થયેલી દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકાઓના મોત થયા હતા. આ દુર્ઘટનાના પીડિતોને હાઇકોર્ટના આદેશ છતાં હજુ સુધી વળતર મળ્યું નથી,

આજે ત્રિરંગા યાત્રા દરમિયાન પીડિત પરિવારના ઘરો પર પોલીસનો કડક પહેરો ગોઠવાયો હતો. આ પગલાથી પરિવારમાં ભારે નારાજગી ફેલાઈ છે.
સ્થાનિક લોકો અને સમાજસેવીઓ આ કાર્યવાહી પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ કહે છે કે, ન્યાય માટે માંગણી કરનારા પરિવારોને ત્રિરંગા યાત્રા જેવી ઉજવણી વચ્ચે અટકાવવી અને નજરકેદ કરવા યોગ્ય નથી.

Most Popular

To Top