Bodeli

બોડેલીમાં ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં ચાર ટ્રસ્ટીઓ દ્વારા ખોટા એફિડેવિટ કરી ગેરરીતિ

બોડેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ

બોડેલી: બોડેલીમાં ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં ચાર ટ્રસ્ટીઓ દ્વારા ખોટા એફિડેવિટ કરી ગેરરીતિ આચાર્યની બોડેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે તેથી પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે. ખોટા એફીડેવીટ કરી તેમજ સાધારણ સભાની નોંધ બુકમાં તથા ઠરાવમાં કરેલી ખોટી સહીવાળા દસ્તાવેજો ઉભા કરી ટ્રસ્ટના બંધારણની ઉપરવટ જઇ તેનો ભંગ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકાના સૂર્યાઘોડા ગામના દિવ્યેશકુમાર મંગલેશ્વરભાઇ પટેલ, બોડેલીના કંચનભાઈ મણિલાલ પટેલ અને શાંતિલાલ ત્રિકમભાઇ પટેલ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ બોડેલી કકરોલીયા ખાતે ભકત વિકાસ એજયુકેશન ટ્રસ્ટ બોડેલીમાં હાલના પ્રમુખ કંચનભાઇ મણીભાઇ પટેલ તેમજ મંત્રી તરીકે શાંતિલાલ ત્રિકમભાઇ પટેલ સહિત કુલ-૨૫ ટ્રસ્ટીઓ તેમજ અન્ય સભાસદ પણ નોંધાયેલ છે.
આ ટ્રસ્ટમાં થતી ગેરરીતી અંગે તપાસ થવા માટે દિવ્યેશકુમારે ગઇ તા.૨૦/૦૩/૨૦૨૫ના રોજ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુરને એક લેખિત અરજી આપી હતી. આ અરજીની તપાસ પોલીસ અધિક્ષકે પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બીને સોંપી હતી. દિવ્યેશકુમારને જાણવા મળ્યું હતું કે, આ અરજીના તપાસના અંતે ગત તા.૧૦/૦૮/૨૦૨૪ના રોજ ભકત ઇંગ્લિશ મીડીયમ સ્કુલ કકરોલીયા ખાતે આ ટ્રસ્ટની સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભામાં કુલ-૨૩ સભાસદો હાજર હતાં અને કોરમ પ્રમાણે ૨/૩ સભાસદો ના થતાં અડધો કલાક બાદ આ સભા નિયમ મુજબ ફરીવાર શરૂ થઈ હતી. તેમાં દર્શાવેલ ૨૩ સભાસદો પૈકીના તમામ સભ્યો હાજર ના હતાં તેમ છતાં પણ ઠરાવ બુકમાં તમામ હાજર ના રહેલ સભ્યો સહિત ૨૩ સભ્યોની સહી થઈ છે. આમ આ સામાન્ય સભા બોલાવનાર પ્રમુખ કંચનભાઇએ તથા મંત્રી શાંતિલાલભાઇએ સામાન્ય સભાની મીટીંગ બુકમાં હાજર નહિં રહેલા ૧૭ જેટલા સભાસદોની ખોટી સહીઓ સાધારણ સભાની નોંધ બુકમાં કરી અલગ-અલગ કુલ-૮ ઠરાવો પસાર કરી દીધા હતા.

જેમાં ઠરાવ નં-૫ મુજબ અલગ- અલગ કુલ નવા ૨૫ ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવી હતી. આ ટ્રસ્ટીઓની નિમણુંક પી.ટી.આર ઉપર લાવવા માટે ખોટો ઉભા કરી દસ્તાવેજ (ઠરાવબુક) નો ઉપયોગ સાચા તરીકે કરી ચેરીટેબલ ટ્રસ્ટની
કચેરી ખાતે રજુ કર્યો છે તેમજ આ હાજર છ (૬) સભાસદોએ નવા બનાવેલા ટ્રસ્ટીઓ
જેમા (૧) પ્રિત નટવરભાઇ પટેલે તા.૧૦/૦૮/૨૦૨૪ ના રોજ કરેલ એફીડેવીટમાં (૨) નરેન્દ્રકુમાર બિહારીલાલ
ભગત (પટેલ)એ તા.૧૭/૦૮/૨૦૨૪ ના રોજ કરેલ એફીડેવીટમાં (3) અશોકુમાર મદનમોહનભાઇ પટેલે
તા.૧૭/૦૮/૨૦૨૪ ના રોજ કરેલ એફીડેવીટમાં (૪) કાંતિભાઇ હરગોવિંદભાઇ પટેલે તા.૦૬/૧૨/૨૦૨૪ ના રોજ
કરેલ એફીડેવીટમાં ચાર ટ્રસ્ટીઓએ તેમના એફીડેવીડમાં પ્રમુખ કંચનભાઇ પટેલ સમક્ષ જણાવ્યું છે કે, તેઓ બિન રહીશ ભારતીય નથી અને વિદેશી નાગરીકત્વ ધરવતા નથી. તેમ જણાવ્યું છે. પરંતુ ખરેખર આ ચારેય ટ્રસ્ટીઓ હાલ
ભારત દેશના નાગરિક નથી. અગાઉ તેઓ ભારત દેશનું નાગરિકત્વ ધરાવતાં હતાં અને તે સમયે તેમની પાસે ભારત દેશના ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો ધરાવતાં હતાં અને હાલ તેઓ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે. . દિવ્યેશકુમારે આ બનાવ બાબતે ચેરીટી કમિશ્નર છોટાઉદેપુર ખાતે ટ્રસ્ટ વિરૂધ્ધ વાંધા અરજી આપી હતી. તેમ છતા સદર ટ્રસ્ટના પ્રમુખ તથા મંત્રીએ પોતાનો દબદબો તથા વર્ચસ્વ જાળવી રાખવા સારૂ તા.૦૯/૦૩/૨૦૨૫ ના રોજ સાધારણ ભરી ઠરાવો પાસ કર્યા હોય જે અંગે પણ યોગ્ય તપાસ કરવી જરૂરી છે. બોડેલી પોલીસે દિવ્યેશકુમાર ની આજ રોજ ફરિયાદ નોંધી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top