Gujarat

૨૧મી જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી કરાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી તા.૨૧મી જુને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત’ થીમ ઉપર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૧૪ જૂન ૨૦૨૧ થી તા.૨૦ જૂન ૨૦૨૧ દરમિયાન યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨૧મી જૂને મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેમનો પરિવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તથા છ યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગ કરશે. સમગ્ર કાર્યક્રમનું મુખ્યમંત્રીના ફેસબુક પેજ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૧ જુન – ૨૦૨૦થી ૨૧ જુન -૨૦૨૧ દરમિયાન ૨૧,૦૦૦ યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી તા.૨૧ જૂન ૨૦૨૧ના રોજ વિશ્વ યોગ દિવસના સંદર્ભે સવારના ૧૧-૦૦ કલાકેથી વિજય રૂપાણીના હસ્તે યોગ ટ્રેનીંગ સફળતાપુર્વક પૂર્ણ કરેલા યોગ કોચ, યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે હાજર રહેલા ૨૦ યોગ કોચ ટ્રેનરને પણ જિલ્લા કક્ષાએથી પ્રમાણપત્ર આપવામાં આવશે.

Most Popular

To Top