Trending

અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે રેલવે મુંબઈ-અમદાવાદ વચ્ચે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

સુરત: (Surat) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચ માટે રેલવેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો સ્પેશિયલ ભાડા પર દોડશે.

  • અમદાવાદમાં રમાનારી વર્લ્ડકપની ફાઈનલ મેચ માટે રેલવે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
  • મુંબઈ-અમદાવાદ વચ્ચેની ત્રણ જોડી ટ્રેનોનું ટાઈમટેબલ જાહેર, ભાડુ પણ સ્પેશિયલ ટ્રેન મુજબ રહેશે
  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા ક્રિકેટ રસિયાઓ ભારે ઉત્સુક

રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા મહિને અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની લીગ મેચ રમાઈ હતી. તે માટે પશ્ચિમ રેલવેએ મુંબઈથી અમદાવાદ વચ્ચે બે સ્પેશિયલ ટ્રેન દોડાવી હતી. તેને બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે રવિવારના રોજ અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કંપની ફાઈનલ મેચ રમાનારી છે. ત્યારે પશ્ચિમ રેલવેએ મુંબઈથી અમદાવાદ માટે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.

સ્પેશિયલ ટ્રેનોમાં ટ્રેન નંબર 09001 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી શનિવાર, 18 નવેમ્બર 2023ના રોજ 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09002 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અમદાવાદથી સોમવાર, 20 નવેમ્બર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.આ ટ્રેન દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

ટ્રેન નંબર 09049 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શનિવારે, 18 નવેમ્બર 2023ના રોજ 23.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09050 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ, સોમવાર, 20 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદથી 06.20 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ અને વડોદરા જંકશન સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 01153 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) – અમદાવાદ સ્પેશિયલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી શનિવારે, 18 નવેમ્બર 2023ના રોજ 22.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.40 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01154 અમદાવાદ – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્પેશિયલ અમદાવાદથી સોમવાર, 20 નવેમ્બર 2023ના રોજ 01.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.35 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન દાદર (સેન્ટ્રલ), થાણે, કમાન રોડ, વસઈ રોડ, સુરત અને વડોદરા જંશન પર બંને દિશામાં રોકાશે.

Most Popular

To Top