Vadodara

સર્કિટ હાઉસની સુરક્ષામાં છીંડાના મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરાશે?

વડોદરા: શહેરના સર્કિટ હાઉસમાં સુરક્ષાના નામે છીંડા જોવા મળ્યા છે. અન્યના નામે બુકીંગ કરાવી તેનો ઉપયોગ કોઈ અન્ય જ કરતો હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ મામલે ઉચ્છ સ્તરીય તપાસ થાય તેવી શક્યતાઓ છે. રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ, સરકાર માન્ય કાર્ડ ધરાવતા વ્યક્તિઓ માટે સર્કિટ હાઉસ બનાવવામાં આવ્યા છે. આ સર્કિટ હાઉસ માટે પણ નીતિ નિયમો અન્ય હોટલો જેવા જ લાગુ પડે છે પરંતુ કેટલાક સ્થળોએ સર્કિટ હાઉસનો બેફામ અને નીતિ નિયમો વિરુદ્ધ જઈને ઉપયોગ થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

સર્કિટ હાઉસમાં મોટા મોટા રાજકીય આગેવાનો પણ રહેતા હોય છે ત્યારે સર્કિટ હાઉસના જ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતના કારણે સુરક્ષા જળવાતી ન હોય તેમ લાગી રહ્યું છે. સર્કિટ હાઉસમાં કોઈ વગધારી વ્યક્તિના નામે રૂમ બુક કરાવી તેઓના સ્થાને ત્રાહિત વ્યક્તિ જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ સર્કિટ હાઉસમાં વડાપ્રધાન, ગૃહમંત્રી સહિત અનેક મોટી હસ્તીઓ અહીં રોકાય છે ત્યારે સુરક્ષા સામે આવા છીંડા કેવી રીતે સાખી લેવાય. આ મામલો સામે આવ્યા બાદ ઉચ્છ સ્તરીય તાપસ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

Most Popular

To Top