World

રશિયા તેના સૈનિકોને વાયગ્રા કેમ આપી રહ્યું છે? યુએનના અધિકારીએ ચોંકાવનારો ખુલાસો કર્યો

નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા યુક્રેન પર સતત હુમલા (Attack) કરી રહ્યું છે. આ દરમિયાન યુએનના (UN) એક અધિકારીએ ચોંકાવનારી વાત કહી છે. યુએનના અધિકારીનો દાવો છે કે યુક્રેનિયન મહિલાઓ પર બળાત્કાર (Rape) કરવા માટે રશિયન સૈનિકોને વાયગ્રા (Viagra) સપ્લાય કરવામાં આવી રહી છે. એટલું જ નહીં રશિયન સૈનિકો મહિલાઓની સાથે બાળકો અને પુરુષોને પણ નિશાન બનાવી રહ્યા છે.

યૌન હિંસા પર યુએનના વિશેષ પ્રતિનિધિ પ્રામિલા પૈટનના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન મહિલાઓ પર બળાત્કાર અને બર્બરતા કરવા માટે રશિયન સૈનિકોને વાયગ્રા સપ્લાય કરવામાં આવી રહી છે. પૈટનનો દાવો છે કે યુક્રેનના લોકો સાથે જાણી જોઈને આવું કરવામાં આવી રહ્યું છે, જે રશિયન સૈન્યની રણનીતિનો પણ એક ભાગ છે.

પ્રામિલા પૈટનએ જણાવ્યું હતું કે, ‘જ્યારે મહિલાઓને બંધક બનાવીને ઘણા દિવસો સુધી બળાત્કાર કરવામાં આવે છે, આ સાથે જ નાના બાળકો અને પુરુષોનું પણ શારીરિક શોષણ કરવામાં આવે છે, જ્યારે મહિલાઓના ગુપ્તાંગને નુકસાન પહોંચાડવામાં આવે છે. યુક્રેનિયન મહિલાઓ રશિયન સૈનિકો પાસે વાયગ્રા હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ અને ગંભીર છે. કહી શકાય કે આ સ્પષ્ટપણે લશ્કરી વ્યૂહરચના હોઈ શકે.

પૈટનએ વધુમાં જણાવ્યું હતું કે પીડિતીના કહ્યા અનુસાર બળાત્કાર દરમિયાન તેમને જે કહેવામાં આવી રહ્યું છે, તેનાથી સ્પષ્ટ છે કે તેમની સાથે જાણીજોઈને ક્રૂરતા કરવામાં આવી રહી છે. યુએનમાં માહિતી આપતા પૈટને કહ્યું કે જ્યારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી યુક્રેનમાં બળાત્કાર અને શારીરિક શોષણના 100 થી વધુ મામલા સામે આવ્યા છે.

પૈટને કહ્યું કે જેટલા કેસો સામે આવ્યા છે,એ કેસ થોડા જ છે. મોટાભાગના કેસો એવા છે કે જેની જાણ જ કરવામાં આવી નથી. પૈટને વધુમાં કહ્યું કે, રશિયન સેનાનો ભોગ બનેલી મોટાભાગની મહિલાઓ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમાં પુરુષો અને બાળકો પણ સામેલ છે. ગયા મહિને યુએનના એક રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો હતો કે રશિયન સૈનિકોએ પણ અનેક બાળકો પર બળાત્કાર કર્યો હતો અને સૌથી નાની પીડિતા માત્ર ચાર વર્ષની હતી.

રશિયા અને યુક્રેનના યુદ્ધે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કર્યું
જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ આમ જ ચાલતું રહ્યું તો તેનાથી વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતે ઘણી વખત પરમાણુ હુમલાની વાત કરી ચૂક્યા છે. તે જ સમયે, તાજેતરમાં પુતિનના એક નજીકના મિત્રએ પણ ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા. બીજી તરફ રશિયા સામે ઘેરાબંધી કરી રહેલા અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશો પણ સતત કડકાઈ વધારી રહ્યા છે. જે દેશો રશિયાને કોઈપણ રીતે મદદ કરે છે તેઓ પણ પશ્ચિમી દેશોની નારાજગીનો સામનો કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન રશિયા વિરુદ્ધ સતત આક્રમક નિવેદનબાજી કરી રહ્યા છે. પુતિનની પરમાણુ ધમકી પર પણ બિડેને કહ્યું કે તેનું પરિણામ સારું નહીં આવે.

Most Popular

To Top