World

ફિફા વર્લ્ડ કપમાં ઈરાની ખેલાડીઓએ રાષ્ટ્રગીત કેમ ન ગાયું? જાણો સરકાર કઈ મોટી સજા આપી શકે

નવી દિલ્હી: કતારમાં (Qatar) ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) ચાલી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં વિશ્વની મોટાભાગની ફૂટબોલ ટીમ ભાગ લઈ રહી છે. ત્યારે કોઈપણ રમતની શરૂઆત કરતા પહેલા પોતાના દેશનું રાષ્ટ્રગાન (National Anthem) ગાવામાં આવે છે. મેદાનમાં બંને ટીમો દ્વારા પોતા પોતાના રાષ્ટ્રગીત ગાઈને દેશનું ગૌરવ વધારે છે. ત્યારે ફિફા વર્લ્ડ કપમાં ઈરાનની (Iran) મહિલા ખેલાડીઓએ (Women players) મેચ શરૂ થવા પહેલા પોતાના દેશનું રાષ્ટ્રગીત ગાયું ન હતું. ખાસ વાત એ છે કે ખેલાડીઓની સાથે સ્ટેડિયમમાં હાજર ઈરાનના દર્શકો પણ રાષ્ટ્રગીત ગાવાનો વિરોધ કરી રહ્યા હતા. આ પછી ખેલાડીઓએ રાષ્ટ્રગીત ગાયા વગર પોતાની રમતનું પ્રદર્શન કર્યું. તેમના આ રવૈયાથા ઈરાનમાં ખળભળાત મચ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દેશમાં જ્યારે પરત ફરશે ત્યારે તેમને સરકાર દ્વારા સજા થઈ શકે છે. જાણો કે મહિલા ખેલાડીઓએ આવું કેમ કર્યું?

રાષ્ટ્રગીત ગાવાની ના પાડી દેતા ખળભળાત મચ્યો
ઉલ્લેખનીય છે કે ઈરાનમાં છેલ્લા કેટલા સમયથી હિજાબનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઈરાની ફૂટબોલ ખેલાડીઓએ મહિલાઓના હિજાબના વિરોધના સમર્થનમાં તેમના દેશનું રાષ્ટ્રગીત ગાવાની ના પાડી દીધી હતી. તમને જણાવી દઈએ કે ઈરાન ટીમના ખેલાડીઓ ઈંગ્લેન્ડ સાથે મેચ રમવા માટે કતારના સ્ટેડિયમમાં ઉતર્યા હતા. મેચ શરૂ થતા પહેલા, નિયમો અનુસાર, રાષ્ટ્રીયગીત ગાવામાં આવે છે. પરંતુ જ્યારે ઈરાનનો વારો આવ્યો ત્યારે તેણે રાષ્ટ્રગીત ગાવાની ના પાડીને હલચલ મચાવી દીધી. આ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય રમતગમતના મંચ પર ઈરાની મહિલાઓના હિજાબ વિરોધી વિરોધને સમર્થન આપીને ખૂબ હિંમત બતાવી છે. આ જોઈને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ.

જો કે આ ઘટના પછી, ઈરાન સરકારના હાથ-પગ પણ ધ્રુજવા લાગ્યા છે. હવે આ ફૂટબોલ ખેલાડીઓની ઘરે પરત ફરવા પર તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે આ મેચમાં ઈરાનને ઈંગ્લેન્ડની ટીમ સામે 6-2થી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરોધની સ્પષ્ટ અસર ઈરાનના ખેલાડીઓની રમત પર પણ જોવા મળી હતી.

હિજાબના વિરોધને કેવી રીતે વેગ મળ્યો
કેટલાક મહિનાઓથી ઈરાનમાં મહિલાઓ હિજાબ પહેરવા પર વિરોધ કરી રહી છે. જ્યારે સરકાર તેમના પર બળજબરીથી હિજાબ લાદી રહી છે. હિજાબના વિરોધને વધુ વેગ મળ્યો જ્યારે તેનો વિરોધ કરી રહેલી ઈરાનની 22 વર્ષીય મહસા અમીનીને પોલીસે કસ્ટડીમાં લઈ લીધી. કસ્ટડીમાં અમીનીનું મૃત્યુ થયું હતું. આ પછી સમગ્ર ઈરાનમાં વિરોધની આગે વધુ વેગ પકડ્યો. સમગ્ર ઈરાનમાં શહેર-દર-શહેર વિરોધ ફાટી નીકળ્યો. ત્યાર બાદ પુરુષો પણ મહિલાઓના સમર્થનમાં આવ્યા હતા. ઈરાનમાં હિજાબ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને વિદેશના દેશોએ પણ સમર્થન આપ્યું છે. આ વિરોધમાં અત્યાર સુધીમાં કેટલાય ડઝન લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ આ વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો.

ખેલાડીઓને જેલ થઈ શકે છે
ફિફા વર્લ્ડ કપમાં હિજાબના વિરોધના સમર્થનમાં રાષ્ટ્રગીત ન ગાવા બદલ ઈરાનની સરકાર તેમને જેલમાં મોકલી શકે છે. તેમના રમવા પર આજીવન પ્રતિબંધ પણ લાગી શકે છે. પરંતુ આ બધાની ચિંતા કર્યા વગર ખેલાડીઓએ હિજાબના વિરોધના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવાની જે હિંમત દાખવી છે તેણે ઈરાની મહિલાઓની નજરમાં તેમને હીરો બનાવી દીધા છે. હવે ઈરાની મહિલાઓએ પોતાનો વિરોધ ઉગ્ર બનાવ્યો છે. સ્વાભાવિક છે કે જ્યારે આ ખેલાડીઓ સ્વદેશ પરત ફરશે ત્યારે સરકાર તેમને દેશવિરોધી અને દેશદ્રોહના આરોપમાં આકરી સજા આપી શકે છે.

Most Popular

To Top