Charchapatra

ખાનગીકરણનો ઉદય કેમ થયો?

સૌ પ્રથમ ઉદારીકરણની નીતિ 1991ના વર્ષમાં અમલમાં લાવવામાં આવી, જેનો મુખ્ય હેતુ સરકારીકરણની આંટીઘૂંટીવાળી સિસ્ટમ અને લાયસન્સ પ્રથાની નાબૂદીનું હતું. જુલાઈ 1969માં તે સમયનાં વડાં પ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું તેનો હેતુ છેવાડાનો માનવી બેન્કના દરવાજે જઈ શકે અને શાહુકારોની ચુંગાલમાંથી મુક્ત થાય તેમજ પછાત વર્ગોને બેંકમાં નોકરી મળી શકે તે હતો.ખાનગી અને સહકારી બેંકોમાં તો પછાત વર્ગોને લેવામાં જ ન આવતા કેમકે અનામત દાખલ કરવામાં આવી ન હતી. હજુ આજે પણ પરિસ્થિતિ યથાવત્ જ છે.

હવે ફરી પાછું સરકારીકરણનું ખાનગીકરણ, કોન્ટ્રાકટ પ્રથા, બેંકોનું મર્જર,સરકાર તરફથી બેન્કોને પબ્લિક ઇસ્યુ થકી નાણાં મેળવવાની માન્યતા આપવામાં આવી. રાષ્ટ્રીય કૃત બેંકોની સંખ્યા ઘટી જવા પામી, તે જ મુજબ LIC ને પણ બજારમાંથી નાણાં મેળવવા પરવાનગી આપી. તાજેતરમાં અખબારોમાં, સોશ્યિલ મિડિયામાં સમાચાર વાંચતાં જણાય કે LIC અને બેંકોનાં યુનિયન, કામદાર સંઘો ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ પ્રથા, પગારવધારા માટે આંદોલન કરે છે એ વાત સમજી શકાય. હાલ બેંકો વિશે ઘણી ફરિયાદ છે ત્યારે ખાનગીકરણ કેમ લાવવામાં આવ્યું, સરકાર તરફથી તેનો ઊંડાઈપૂર્વક વિચાર કરવા જેવો છે.

બેંકો તરફથી છૂપા ચાર્જ વસુલવામાં આવે છે, સ્ટાફનું વર્તન, atm સુવિધા વગરના પરંતુ કોઈ સાંભળનાર નથી. બેંકોમાં કોઈ સરખા જવાબ આપતાં નથી કેમકે બધું કોન્ટ્રાક્ટ પર એટલે કોની જવાબદારી ફિક્સ કરવી તે નક્કી નથી. બધા ફરિયાદ કરવાથી અળગા રહે છે. તો ખરેખર સાચા અર્થમાં લોકશાહી ટકાવવી હોય તો બેંકો પર નિયંત્રણ હોવું જરૂરી નહીં તો ફરી પાછા ડિજિટલ યુગમાંથી ક્યા યુગમાં જવું છે તે પ્રજાએ નક્કી કરવાનું. ‘સબકા સાથ સબકા વિકાસ.’
સુરત     – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

‘હિન્દી, હિન્દુ અને હિન્દુસ્થાન’
ભાજપ કોંગ્રેસને અને કોંગ્રેસ ભાજપને, હિન્દુ મુસલમાનને અને મુસલમાન હિન્દુને, આર.એસ.એસ. ડાબેરીઓને અને ડાબેરી આર.એસ.એસ.ને વખોડે છે જેના પરિણામે દેશના સર્વે રાજકીય પક્ષો, સંસ્થાઓ, સંગઠનો અને દેશવાસીઓ દેશની આઝાદી બાદ વર્ષોથી વૈચારિક ચગડોળે ચડતી રહે છે, ચડી રહી છે અને હજુચડી રહેવાની છે. અને અંદરોઅંદરના વૈમનસ્યો વધતા જાય છે અને વધતા જવાના છે. દેશની એક વ્યક્તિ સાથે બનેલ ઘટના રાજકીય પક્ષો દ્વારા તેમજ સાંપ્રદાયિક સંગઠનો દ્વારા મતબેંકોના સ્વાર્થોને કારણે પૂરા દેશમાં લાંબો સમય સુધી ખોટી રીતે ચગાવીને પૂરા દેશને વૈચારિક ચક્રવ્યૂહમાં સપડાવી દે દો અને વૈમનસ્યો વધારવામાં આવે છે.

વિચારોના આ વિષચક્રનું કડવા સત્ય જેવુ મૂળ કારણ દેશની આઝાદી બાદ સ્પષ્ટરૂપથી હિન્દી, હિન્દુ અને હિન્દુસ્થાનના અતિઅગત્યના ભારતીય સંસ્કૃતિના મૂળ સાચા અને જરૂરી વિચારોને / પરિબળોને દેશ દ્વારા નગણ્ય ગણી અગત્યતા નહી આપવાનું ગણી શકાય જેનુ મૂળ કારણ કોંગ્રેસે પોતાના સ્વાર્થની વર્ષોથી શરૂ કરેલી લઘુમતી મતબેંક જ ગણી શકાય. દેશની આ સમસ્યા આજે પણ વર્ષો બાદ એની એજ છે. એજ લઘુમતી તુષ્ટિકરણો ચાલે છે જેના પરિણામે જ દેશમા ભાજપ દ્વારા બહુમતી મતબેંક ઉભી થયેલ છે, વિકાસનુ અને રાષ્ટ્રવાદનુ વાતાવરણ ઉભુ થયેલ છે. પરિવારવાદી કોંગ્રેસમાં આજે ઉભી થયેલ તિરાડોની સમસ્યાનો પણ આ જ ઉકેલ છે. દેશના ઉભા થયેલા નુકસાનકારક વિચારોના આ વિષચક્રને મોડે મોડે જાગીને રોકવુ હોય તો હિન્દી, હિન્દુ અને હિન્દુસ્થાન (આ ત્રણેયને સૌથી વધુ અગત્યતા આપવી)ના પાયાના કડવા સત્યવાળા આ સાચા, ઉપકારક વિચારને જ અતિઅગત્યતા આપવાની જરૂર છે. વિવાદો વૈમનસ્યો ઉભા થવાના જ છે. દેશના સર્વે રાજકીય પક્ષોએ પણ આ મૂળ બાબતે દેશ અને સમાજ હિતમાં વિચારીને વિના વિલંબે નિર્ણય લેવાની જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top