World

WHOની જાહેરાતથી મોટી રાહત: કોવિડ-19 હવે વૈશ્વિક આરોગ્ય કટોકટી નથી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોરોના વાયરસ (COVID-19) વૈશ્વિક આરોગ્ય કટોકટીનો (Global Health Emergency) અંત જાહેર કર્યો છે. તેણે કહ્યું કે આનો અર્થ એ નથી કે કોવિડ-19 સમાપ્ત થઈ ગયું છે. પરંતુ હવે તે મહામારી નથી રહ્યું. તમને જણાવી દઈએ કે 30 જાન્યુઆરી 2020ના રોજ WHOએ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી હતી. ત્યારબાદ 11 માર્ચ 2020 ના રોજ કોરોનાને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો હતો. 5 મે 2023ના રોજ તેને સ્વાસ્થ્ય ઇમરજન્સીમાંથી બાકાત કરી દેવાયું છે.

WHOના ડાયરેક્ટર-જનરલ ડો. ટેડ્રોસે COVID-19 અને વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર મીડિયાને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. બ્રિફિંગ દરમિયાન ટેડ્રોસે જણાવ્યું કે ગયા અઠવાડિયે દર ત્રણ મિનિટે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હતું. વિશ્વભરમાં હજારો લોકો હજુ પણ ICUમાં તેમના જીવન માટે લડી રહ્યા છે. WHO ના ડાયરેક્ટર જનરલના જણાવ્યા અનુસાર ચીનમાં ફાટી નીકળ્યાના 3 વર્ષમાં કોરોનાએ આપણી દુનિયા બદલી નાખી છે. ડબ્લ્યુએચઓને લગભગ 7 મિલિયન મૃત્યુની જાણ કરવામાં આવી છે. પરંતુ આપણે જાણીએ છીએ કે તે સંખ્યા 20 મિલિયન કરતા ઘણી ગણી વધારે છે.

ચીનમાં ડિસેમ્બર 2019 માં કોરોનાવાયરસનો પ્રથમ કેસ મળી આવ્યો હતો. ધીરે ધીરે, આ વાયરસ વિશ્વના અન્ય દેશોમાં ઝડપથી ફેલાવા લાગ્યો. આને ધ્યાનમાં રાખીને WHO એ 30 જાન્યુઆરી 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. જ્યારે 11 માર્ચ 2020 ના રોજ કોરોનાને વૈશ્વિક રોગચાળો જાહેર કરવામાં આવ્યો.

Most Popular

To Top