Madhya Gujarat

સંજેલી પંચાયતમાં 3.50 લાખના ખર્ચે ખરીદેેલા ડસ્ટબિન ક્યાં .?

દાહોદ: સંજેલી પંચાયત દ્વારા પંદરમા નાણા પંચમાંથી નગરમાં સ્વચ્છતા જાળવવા માટે લાખોના ખર્ચે ખરીદાયેલા ડસ્ટબિન ગાયબ નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જામ્યા હતા. તંત્રની બેદરકારી કે મિલીભગત હોવાની ગ્રામજનોમાં ચર્ચા ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક ગામને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સ્વચ્છતા અભિયાનની યોજના અમલમાં મુકી છે.  ઘરે ઘરે શૌચાલય તેમજ નગરમાં સુકો અને ભીના કચરા માટેની યોજના પણ અમલમાં મૂકી છે. ચાર માસ અગાઉ સંજેલી ખાતે પ્રોબેશન પર આવેલા તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણા સંજેલી નગરમાં સ્વચ્છ લખવા માટે ફળિયે ફળિયે ફરી ફરીને સાફ સફાઈ કરાવી હતી અને જે બાદ વેપારીઓ સાથે મિટિંગ યોજી અને નગરને સાફ રાખવા માટે દુકાને દુકાને ડસ્ટબીન મુકવા માટે પંચાયત દ્વારા ડસ્ટબિન ખરીદવામાં આવ્યાં હતા.

જે ડસ્ટબિન આજદિન સુધી બજારમાં જોવા ન મળતા સંજેલી પંચાયત દ્વારા કાગળ પર જ ખરીદી કરાઇ રહી હોય તેમ ડસ્ટબિન ખરીદીને ત્રણ માસ સમય થઈ ગયા છતા પણ ડસ્ટબિન બજાર ઉપયોગમાં મૂકવામાં ન આવતા હાલ રસ્તાઓ ઉપર ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. તાલુકા ના અધિકારીની મહેરબાની કે પછી પંચાયત તંત્ર નિષ્ફળ ગયું હોય તેમ ૨૨ જુલાઈ ૨૦૨૧ ના રોજ ૩,૫૬૦૦૦/ના ખચે ૮૦ લીટર ના ૪૦૦ નંગ ડસ્ટબિનની ખરીદી કરાઇ હોવા છતાં પણ ડસ્ટબિન નગરમાં ઉપયોગમાં મૂકવામાં ન આવતા માત્ર કાગળ ઉપર જ ખરીદી બતાવીને રૂપિયા ચાઉં કર્યા હોવાની નગરમાં ચારે કોર ચર્ચાનો વિષય બન્યો છે. પંચાયત દ્વારા ડસ્ટબીનની ખરીદી કરવામાં આવી છે અને થોડા દિવસ અગાઉ પણ બજારમાં મૂકવા માટે જણાવ્યું હતું તેમ છતાં મૂકવામાં આવ્યું નથી ફરી વખત જાણ કરી દઉં છું.

તાલુકા વિકાસ અધિકારી સુરેશ ગાંવિત :
સંજેલી પંચાયત દ્વારા સાફ સફાઈ કર્મચારીઓ માટે ખરીદેલા સાઇકલ સાધનો તેમજ નગરમાં સ્વચ્છતા અભિયાન માટે મુકવા માટે ખરીદેલાં ડસ્ટબિન ની ખરીદી કાગળ પર જ કરી હોવાની નગરમાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top