National

કલકત્તામાંથી ISIS સાથે સંકળાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં (West Bengal) પોલીસે ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની (Terrorist) ધરપકડ (Arrest) કરી છે. જેના અનુસંધાનમાં કલકત્તા પોલીસે જણાવ્યું હતું કે હાવડાના ટીકિયાપાડામાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના કનેક્શન આતંકવાદી સંગઠન ISIS સાથે હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે.હાલ તો પોલીસે બને શકમંદોની ધરપકડ કરી છે અને તેમના નેટવર્ક અને તેમની ગતિવિધિઓ જાણવાની કવાયતમાં લાગી ગયા છે.પકડાયેલા આતંકીઓ છેલ્લા કેટલા વખતથી ભારતમાં છે તેની પણ પૂછતાછ હાલતો શરૂ કરી દેવામાં આવી છે.

જલપાઈગુડી જિલ્લામાંથી અગાઉ પણ એક આતંકી ઝડપાયો હતો
અગાઉ પણ કલકત્તા પોલીસને હાથે isis ના એક એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછતાછ દરમ્યાન ઘણા ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા હતા. પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) માટે કામ કરવાના આરોપમાં ગયા મહિને બંગાળના જલપાઈગુડી જિલ્લામાંથી ધરપકડ કરાયેલા સ્થાનિક એજન્ટ ગુડ્ડુ કુમારની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એવું બહાર આવ્યું છે કે ગુડ્ડુને ભારતીય સેના અને ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓને હની-ટ્રેપ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

ધરપકડ કરાયેલા એજન્ટની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
પ્રાપ્ત જાણકારી અનુસાર આ વાતનો ખુલાસો ગુડ્ડુ કુમારે પૂછપરછ દરમિયાન કર્યો હતો અને તેણે સ્વીકાર્યું હતું કે તેણે આ સંબંધમાં તૈયારીની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. પરંતુ તે તેની યોજનાનો ઇરાદો પૂરો કરે તે પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે આ વિસ્તારમાં ભારતીય સેના અને એરફોર્સ બેઝ પર તૈનાત વિવિધ અધિકારીઓના મોબાઈલ નંબર અને ફોટોગ્રાફ્સ એકત્ર કરવામાં વ્યસ્ત હતો. પૂછપરછ દરમિયાન તેણે એ પણ કબૂલ્યું હતું કે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેના પર ISIS દ્વારા દબાણ હતું.

Most Popular

To Top