Gujarat

દ્વારકામાં અન્ડર વોટર ભગવો લહેરાયો, ટ્વીન્સ બહેનોએ કર્યું આ અનોખુ કાર્ય

દ્વારકા ખંભાળીયા: અયોધ્યામાં (Ayodhya) આગામી તા.22 તારીખે સોમવારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratistha) મહોત્સવ થવા જઇ રહ્યો છે. દરમિયાન સમારોહ પૂર્વે સમગ્ર દેશ રામમય બની ગયો છે. ત્યારે ગુજરાતના (Gujarat) પ્રચલીત યાત્રાધામ દ્વારકામાં (Dwaraka) ટ્વીન્સ બહેનોએ શિવરાજપુર બીચ પર થતી સ્કૂબા ડાઈવીંગ (Scuba Diving) એક્ટીવીટી દરમિયાન અન્ડરવોટર ભગવો ધ્વજ લહેરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ દ્વારકાની કાજલ ભૂપેન્દ્રભાઇ વેગડ અને કોમલ ભૂપેન્દ્રભાઇ વેગડ નામની બે જુડવા બહેનોએ અનોખી રીતે રામ લલાના આગમનની ઉજવણી કરી હતી. આ બહેનોએ અન્ડર વોટર સ્કૂબા ડાઇવીંગ દરમિયાન પાણીની અંદર ભગવો ઝંડો લહેરાવ્યો હતો. આ બંને બહેનોએ તેમના કાકા કીરીટભાઇ વેગડની રાહે નાની ઉંમરે સ્કૂબા ડાઇવર બનવાનું નક્કી કર્યું હતું. ત્યારે ઘણી પ્રેક્ટીસ બાદ આજે બંને બહેનો સ્કૂબા ડાઇવીંગમાં નીપૂણતા મેળવી હતી. તેમજ આજ રોજ શનિવારે સ્કુબા ડાઇવીંગ સેશન દરમિયાન શિવરાજપુર બ્લ્યુ ફ્લેગ બીચમાં ડાઇવીંગ કર્યું હતું. જે દરમિયાન ભગવાન રામ પ્રત્યેની આસ્થા દર્શાવતા અન્ડર વોટર ભગવો ધ્વજ લહેરાવ્યો હતો.

નડિયાદમાં જોવા મળ્યો ‘જય શ્રી રામ’ની માનવ સાંકળનો અદભુત નજારો
22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સંદર્ભે દેશમાં અલગ-અલગ રીતે ઉજવી રહ્યા છે. દરમિયાન ખેડા જિલ્લાના કપડવંજ ખાતેના જીવનશિલ્પ કેમ્પસમાં પણ અનોખી રીતે રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કેમ્પસના ધોરણ 2 થી 12 સુધીના 1008 વિદ્યાર્થીઓએ 43 હજાર સ્કેવર ફૂટ એરિયામાં ‘જય શ્રીરામ’ લખી માનવ સાંકળ બનાવી ઈતિહાસ રચ્યો છે.

આ સાથે જ પ્રભુ શ્રીરામના બાલ્યવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. તેમજ ભવ્ય શોભા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઝાંખી દરમિયાન બાળકોએ ખાસ પ્રકારના વસ્ત્રોથી વેશભૂષા પણ ધારણ કરી હતી. તેમજ તમામ પાત્રોને જીવંત બનાવ્યા હતાં.

આ સાથે કપડવંજ વિભાગના ડીવાયએસપી વી.એન.સોલંકી, કપડવંજ નગરના વર્ષાબેન પંચાલ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી મણીભાઇ પટેલ, આરએસએસ ખેડા જિલ્લા કાર્યવાહી દિલીપભાઇ પંચાલ તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. સૌપ્રથમ મહેમાનોનું કંકુ તિલકથી સ્વાગત કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

Most Popular

To Top