National

રંગનાથસ્વામી મંદિરમાં પીએમ મોદીએ અંદલ હાથીને ગોળ ખવડાવી આશીર્વાદ લીધા

ચેન્નઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે શનિવારે રંગનાથસ્વામી મંદિરમાં દર્શન કરવા તમિલનાડુના (Tamil Nadu) તિરુચિલાપલ્લી (Tiruchilapalli) પહોંચ્યા હતા. જે ભગવાન વિષ્ણુની પૂજા માટે આ સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે. મંદિર (Temple) પરિસરમાં ‘અંદલ’ નામના હાથીએ (Elephant) પીએમનું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીએ હાથીને ગોળ ખવડાવ્યો અને આશીર્વાદ પણ લીધા હતા.

  • પીએમ મોદી પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા
  • મંદિરના મુખ્ય પૂજારીએ ખુશી વ્યક્ત કરી
  • મંદિર પરિસરમાં ‘અંદલ’ નામના હાથીએ પીએમનું સ્વાગત કર્યું
  • પીએમ મોદીએ હાથીને ગોળ ખવડાવ્યો અને આશીર્વાદ લીધા

પીએમ મોદીએ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને કમ્બા રામાયણના ગીતો પણ સાંભળ્યા. આ દરમિયાન પીએમ મોદી પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. પીએમ મોદીના મંદિરમાં આગમન સમયે લોકોના ટોળાએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ વડાપ્રધાને પોતાના વાહનમાંથી હાથ હલાવીને ભીડનું અભિવાદન કર્યું હતું. ત્યાર બાદ મંદિરના પંડિતોએ સંસ્કૃતમાં લખેલા સ્વાગત સ્લોગન સાથે પીએમ મોદીનું રસ્તા પર સ્વાગત કર્યું હતું.

મંદિરના મુખ્ય પૂજારીએ ખુશી વ્યક્ત કરી હતી
મંદિરના મુખ્ય પૂજારી સુંદર ભટ્ટરે પીએમ મોદીના આગમન બાબતે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ‘શ્રી રંગમમાં પીએમ મોદીના આગમનથી તમામ ભક્તો ખૂબ જ ખુશ હતા. પીએમ મોદીના આગમનથી ભગવાન રંગનાથસ્વામી પણ ખુશ છે. આપણા વડાપ્રધાન સૌના કલ્યાણની ચિંતા કરે છે અને રંગનાથ પણ સૌના કલ્યાણની ચિંતા કરે છે. તેથી શ્રીરંગમ માટે આ એક ધન્ય અવસર છે. આ પહેલા કોઈ પીએમે શ્રીરંગમમાં પગ મૂક્યો ન હતો. આ પહેલીવાર છે જ્યારે કોઈ વડાપ્રધાન અહીં આવ્યા છે. અમને તેમને અહીં મળવા પર ગર્વ છે.

પીએમ મોદી રામેશ્વરમ પહોંચ્યા અને રોડ શો કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તામિલનાડુના પ્રવાસે છે. દરમિયાન પીએમ મોદી રામેશ્વરમ પહોંચ્યા અને રોડ શો કર્યો હતો. વડાપ્રધાનના સ્વાગત માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો રસ્તાના કિનારે એકઠા થયા હતા. પીએમનું સ્વાગત કરતી વખતે પાર્ટી સમર્થકોએ ફૂલોની વર્ષા કરી હતી. અહેવાલો અનુસાર પીએમ મોદી લગભગ 2 વાગે રામેશ્વરમ પહોંચ્યા હતા. રામેશ્વરમની મુલાકાત દરમિયાન વડાપ્રધાનના રોડ શો પહેલા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Most Popular

To Top