Vadodara

મહીના કુવાઓમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે

વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહી નદી ખાતે બનાવેલા ચાર ફ્રેન્ચ કૂવામાંથી શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ચાર ફ્રેન્ચ કુવા પૈકી રાયકા કૂવામાંથી અપાતા પાણીમાં લીલ આવતી હોવાથી તેમજ પીળાશ પડતું મળતું હોવાના કારણે હોબાળો મચ્યો હતો. હજુ પણ આ પ્રશ્ન હલ થયો નથી. દરમિયાન કોર્પોરેશન દ્વારા રાયકા કુવા ખાતે પંપીંગ મશીનરી સહિત 245 કરોડના ખર્ચે 175 એમએલડી ક્ષમતાનો ઈન્ટેકવેલ તથા 75 એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા નક્કી કરવામાં આવ્યું છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ.બનાવવાની માગણી કરી હતી.

કોંગ્રેસના નેતાનું કહેવું છે કે કોર્પોરેશનમાં ભાજપના શાસનકાળ દરમિયાન સિંધરોટને બાદ કરતા પાણીનો નવો કોઈ સોર્સ ઉભો કરવામાં આવ્યો નથી. વસ્તી અને વિસ્તાર વધતા પાણીનો જે સોર્સ ઉભો કર્યો છે તે પણ માંગ વધતા સરવાળે સરખું જ રહે છે. માત્ર રાયકા જ નહીં મહી નદી પર આવેલા બીજા કુવા દોડકા, પોઇચા અને ફાજલપુર ખાતે પણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની જરૂર છે અને તેનો ખર્ચ રાજ્ય સરકારે જ ઉઠાવવો જોઈએ. કારણ કે નદીના પાણીનું સંરક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

મહી નદી ઉપરાંત કોર્પોરેશન ઐતિહાસિક આજવા સરોવરથી  શહેરને પાણી આપે છે. મહી નદી ઉપરાંત કોર્પોરેશન ઐતિહાસિક આજવા સરોવરથી  શહેરને પાણી આપે છે.  આજવા સરોવરથી મળતા પાણીને શુદ્ધ કરવા માટે નિમેટા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, પરંતુ મહી નદીથી જે પાણી મળે છે, તેમાં  પાણી માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. રાયકા ખાતેનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનતા હજુ બે અઢી વર્ષ નીકળી જશે. કુવાઓથી શહેરીજનોને પાણી આપવામાં આવે છે તેનું માત્ર જે તે ઓવરહેડ ટાંકી ખાતે ક્લોરીનેશન કરવામાં આવે છે. કોર્પોરેશનમાં તો છેલ્લા ઘણા વર્ષથી રજૂઆત થાય છે કે મહી નદીના આ કુવા ખાતે કોર્પોરેશને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જોઈએ.

Most Popular

To Top