Dakshin Gujarat

ચારેતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના 212 મતદારો માટે કન્ટેનરમાં બનાવાયું મતદાન કેન્દ્ર

અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના (AliaBet) 212 જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કરી રહ્યાં છે. પાણીથી ઘેરાયેલા ટાપુ ઉપર પ્રથમ વખત શીપીંગ કન્ટેનરમાં (Shipping Container) વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

  • કેન્દ્રિય ચૂંટણી પંચે પણ જિલ્લા ચૂંટણી તંત્રની પહેલની સરહાના કરી હતી
  • ભરૂચ જિલ્લામાં રંગબેરંગી ચિત્રો, મતદાન જાગૃત્તિના વોલ પેઈન્ટીંગથી સજાવવામાં આવેલા 35 સખી મતદાન મથકો પણ મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

ચોતરફ નર્મદાના પાણીથી ઘેરાયેલા આલીયા બેટ પર વર્ષોથી કબીલાવાસીઓ વસે છે. અહીં વસતા 600 થી વધુ જનવસ્તી ધરાવતાં આ ટાપુમાં 212 જેટલા મતદારો છે. જેમના માટે અત્યાર સુધી ક્યારેય ચૂંટણી સમયે કોઈ વિશેષ વ્યવસ્થા કરાતી ન હતી. મતદાન માટે 82 કિ.મી. દૂર જવું પડતું હતું. જે માટે વિશેષ બસની વ્યવસ્થા કરાતી હતી.

આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ આલિયાબેટ ખાતે વિધાનસભા ચૂંટણી માટે મતદાન મથક ઊભું કરવાનું આયોજન કરાયું છે. આ વખતે પ્રથમ વખત અહીં શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જેની કેન્દ્રીય ચૂંટણી પંચે પણ નોંધ લીધી હતી. આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરમાં જત જાતિના મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યાં છે.

ભરૂચ જિલ્લા વિધાનસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભાઓમાં જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર એમ પ્રત્યેક મતદાન વિભાગમાં 7 મળીને કુલ 35 મતદાન મથકો ખાસ સખીમંડળ મથક તરીકે કાર્યરત કરાયા છે. મહિલાઓ મતદાન કરવા પ્રેરણા મળે તે માટે ઉભા કરાયેલા સખી મતદાન મંડળો તેમજ ઈકો ફેન્ડલી મતદાન મથક પર વોલ પેઈન્ટિંગ કરી અનોખો ઓપ અપાયો છે. જેના ઉપર મહિલા મતદારો ઉત્સાહ ભેર મતદાન કરી રહ્યા છે.

ભરૂચમાં કઈ બેઠક પણ કોણ ઉમેદવાર
ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી, કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ, આપ તરફથી મનહર પરમાર ઉમેદવાર છે. અંકલેશ્વર બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર વલ્લભપટેલ, અને આપના ઉમેદવાર અંકુર પટેલ છે. જંબુસર બેઠક પર ભાજપના દેવ કિશોરદાસજી સાધુ, કોંગ્રેસના સંજય સોલંકી અને આપના સાજિદ રેહાન ઉમેદવાર છે. વાગરા બેઠક પર ભાજપના અરૂણસિંહ રણા, કોંગ્રેસના સુલેમાન પટેલ અને આપના જયરાજસિંહ રાજ ઉમેદવાર છે. જ્યારે ઝઘડીયા બેઠક પર ભાજપના રિતેશ વસાવા, કોંગ્રેસના ફેતસિંગ વસાવા, આપના ઉર્મિલા ભગત અને અપક્ષમાંથી છોટું વસાવા ઉમેદવાર

Most Popular

To Top