Sports

ટેસ્ટ મેચના પહેલા જ દિવસે અંગ્રેજોની સામે પાકિસ્તાનનું નાક કપાયું, મશીન ખરાબ હોવાથી થયું આ નુકસાન

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) એક એવો દેશ છે જે હંમેશા વાદ-વિવાદમાં જ ફસાયેલો હોય છે. ક્યારેક આંતકવાદી તો ક્યારેક આર્થિક પરિસ્થિતિ તો ક્યારેક રાજકીય ક્ષેત્રે અને હવે ફરી એકવાક ક્રિકેટના (Cricket) કારણે વિશ્વમાં તે અપમાનિત થયો છે. પાકિસ્તાન ઘણા લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં (Test Cricket) પાછું ફર્યું છે. લગભગ 17 વર્ષ બાદ ઈંગ્લેન્ડની (England) ટીમ ટેસ્ટ સિરીઝ (Test Series) રમવા પાકિસ્તાન (Pakistan) પહોંચી છે. ત્યારે અંગ્રેજોના સામે પાકિસ્તાને નીચું જોવુું પડ્યું છે. જેને નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ રહી છે.

ઈંગ્લેન્ડની ટીમ લગભગ 17 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ રમવા પાકિસ્તાન પહોંચી છે. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ આજથી રાવલપિંડીમાં રમાઈ રહી છે. જોકે, મેચના પહેલા જ દિવસે આવી ઘટના બની, જેના કારણે વિશ્વ ક્રિકેટમાં અંગ્રેજોની સામે પાકિસ્તાનનું નાક કપાઈ ગયું હતું. મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ઓપનરોએ પાકિસ્તાનના બોલરોને જોરદાર રીતે ફટકાર્યા હતા. પહેલા સેશનથી બીજા સેશન સુધી પાકિસ્તાની બોલરો આખા મેદાન પર દોડ્યા અને તેમને એક પણ સફળતા મળી ન હતી. ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટમાં પણ ટી-20ની સ્ટાઈલમાં બેટિંગ કરતી જોવા મળી હતી. આ દરમિયાન આખી પાકિસ્તાની ટીમનો પરસેવો છૂટી ગયો, દરેક બોલરનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ તેમાંથી એકેય ઈંગ્લેન્ડ સામે કામ ન આવી શક્યું હતું.

પ્રથમ ટેસ્ટ મેચ પર સંકટના વાદળો છવાયેલા હતા
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ પર સંકટના વાદળો છવાયેલા હતા. મેચના એક દિવસ પહેલા જ ઈંગ્લેન્ડની ટીમના ઘણા ખેલાડીઓ અચાનક બીમાર પડ્યા હતા, જેમાં કેપ્ટન બેન સ્ટોક્સનો પણ સમાવેશ થાય છે. આ પછી એવું માનવામાં આવતું હતું કે ટેસ્ટ મેચ ઓછામાં ઓછા એક દિવસ માટે આગળના દિવસે ઠલવાશે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ વચ્ચે વાતચીત થઈ અને નક્કી થયું કે મેચ પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ ઠીક હશે તો જ મેચ થશે. ઈંગ્લેન્ડની ટીમ ગુરુવારે રમવાની સ્થિતિમાં હતી, તેથી મેચ શરૂ થઈ. પરંતુ કોઈને અપેક્ષા નહોતી કે એક દિવસ પહેલા જ બીમાર પડેલા ખેલાડીઓ મેચમાં પ્રવેશ્યા બાદ પાકિસ્તાન સામે એવી રીતે બેટિંગ કરશે કે આખા પાકિસ્તાનમાં હલચલ મચી જશે. જો કે આ દરમિયાન બીજી અવ્યવસ્થા સર્જાઈ હતી. પાકિસ્તાની ટીમ પ્રથમ દાવમાં ડીઆરએસ પણ મેળવી શકી ન હતી. તમને જણાવી દઈએ કે આમાં અમ્પાયરની કોઈ ભૂલ નહોતી.

પ્રથમ ટેસ્ટના દિવસે જ ડીઆરએસ મશીન ખરાબ થયું
જ્યારે પ્રથમ ટેસ્ટ શરૂ થયો ત્યારે જાણવા મળ્યું કે ડીઆરએસ મશીન ખરાબ થઈ ગયું છે. મશીન રિપેર કરવાની કવાયત ચાલી રહી હતું પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. મજબૂરીમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાની ટીમને થોડા સમય માટે ડીઆરએસ ઉપલબ્ધ રહેશે નહીં, એટલે કે અમ્પાયરો દ્વારા લેવામાં આવેલ નિર્ણય અંતિમ નિર્ણય હશે. અને આનું નુકસાન પાકિસ્તાનની ટીમે ન જ થયું હતું. પાકિસ્તાની બોલરોએ જેક ક્રાઉલી સામે તક ઊભી કરી જ્યારે તે આઉટ થતો દેખાયો, પરંતુ અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હતો. પાકિસ્તાની ટીમ તેની સામે ડીઆરએસ માટે જઈ શકી હોત, પરંતુ મશીન જ ખરાબ હતું અને પાકિસ્તાની ટીમ નિશાસો નાખતી જોવા મળી હતી.

ઈંગ્લેન્ડની ટીમે ટેસ્ટમાં T20 સ્ટાઈલમાં બેટિંગ કરી હતી
મેચ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમે જે રીતે પાકિસ્તાની બોલરને ધોયા હતા તે રીતે લાગી રહ્યું હતું કે આ મેચ કદાચ પાકિસ્તાની ટીમ અને આખો દેશ વર્ષો સુધી યાદ રાખશે. ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ માટે પ્રથમ 13.5 ઓવરમાં 100 રનનો આંકડો પાર કરવો સરળ નથી. જેક ક્રાઉલે માત્ર 38 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. એવું લાગી રહ્યું હતું કે T20 ક્રિકેટ સફેદ જર્સી અને લાલ બોલથી રમાઈ રહી છે.

ખાસ વાત એ હતી કે ટેસ્ટ ક્રિકેટમાં ઘણીવાર મેડન ઓવર પણ નાખવામાં આવે છે, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ પહેલા સેશનમાં એક પણ મેડન ઓવર રમી શકી નથી અને ટીમ પોતાની ગતિથી રન બનાવી શકતી નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ અને ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ સોશિયલ મીડિયા પર એવું કહેતા જોવા મળ્યા હતા કે શું પાકિસ્તાની ટીમ પોતાની ધરતી પર ક્રિકેટ રમી રહી છે. જોવાનું રહેશે કે આ મેચનું પરિણામ શું આવે છે, પાકિસ્તાનની ટીમ પણ બ્રિટિશને જડબાતોડ જવાબ આપવામાં સક્ષમ છે કે નહીં.

Most Popular

To Top