Sports

સુરતના આ ત્રણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 20 ફેબ.થી વિજય હજારે ટૂર્નામેન્ટ શરૂ થશે, આ સ્ટાર ખેલાડીઓ જોવા મળશે

સુરત: (Surat) સુરતના આંગણે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના (Surat District Cricket Association) નેજા હેઠળ તથા બી.સી.સી.આઈ. (BCCI_ તથા ગુજરાત ક્રિકેટ એસોસીએશનના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત, બરોડા, છતીસગઢ, હૈદ્રાબાદ,ત્રિપુરા, ગોવા એમ ૬ રાજ્યોની ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. વિજય હજારે ટુનૉમેન્ટ (Vijay Hazare Cricket Tournament) એલાઈટ -એ ગ્રુપની ૧૫ મેચોનું આયોજન તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૧ થી ૨૮ ફેબ્રુઆરી,૨૦૨૧ દરમ્યાન સુરતના સુંદર અને રળિયામણા લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ, પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના પર કરવામાં આવ્યુ છે. દરેક ટીમો બાયો બબલમાંથી તારીખ ૧૮ મી ફેબ્રુઆરીએ સવારે બહાર આવીને પ્રેકટીસ કરશે.

બી.સી.સી.આઈએ તમામ ટીમોને જુદા જુદા ૮ ગ્રુપોમાં વિભાજીત કરી છે. એ-ગ્રુપની તમામ લીગ મેચો સુરત ખાતે રમાનાર છે. ગ્રુપની મોખરાની બે ટીમ નોકઆઉટ માટે કવોલીફાય થશે.કોવિડ -૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ટીમો એરપોર્ટથી સીધી હોટલ પર બાયો-બબલમાં ક્વોરન્ટાઈન થઈ છે. દરેક ખેલાડી,મેચ ઓફીશીયલ,વીડીયો એનાલિસ્ટ તેમજ સ્કોરરનો કોવિડ આરટીપીસીઆર ટેસ્ટ ત્રણ વખત કરવામાં આવશે. દરેક ટીમો બાયો બબલમાંથી તારીખ ૧૮ મી ફેબ્રુઆરીએ સવારે બહાર આવીને પ્રેકટીસ કરશે.

બીસીસીઆઇની ગાઇડલાઇન પ્રમાણે પ્રેક્ષકોને પ્રવેશ અપાશે નહી
કોરોના સંક્રમણની સ્થિતિને જોતા બીસીસીઆઈ અને ભારત સરકારની માગૅદશિકા મુજબ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહી. આ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન રાષ્ટ્રીય પસંદગીકારો પણ ઉપસ્થિત રહેનાર છે. ત્રણેય સ્ટેડિયમ પર મેચનો પ્રારંભ સવારે 9 વાગ્યે થશે અને સાંજે પાંચ કલાક સુધીમાં મેચ પૂર્ણ થશે.

ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મેચ રમતા આ સ્ટાર ખેલાડીઓ જોવા મળશે
ઈન્ડિયા ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા તેમજ વર્લ્ડકપ ,એશીયાકપ,ઈન્ડિયા-એ,ઈન્ડિયા-બી રમેલા કુણાલ પંડ્યા,પિયુષ ચાવલા અને આઇપીએલમાં રમી ચુકેલા મિલિંદ કુમાર શુભમ અગ્રવાલ જેવા જાણીતા ક્રિકેટ ખેલાડીઓ કૌશલ્ય બતાવશે. સુરત માટે ગૌરવ સમાન આ મેચમાં સુરતનાં ભાર્ગવ મેરાઈ, ચિરાગ ગાંધી, મેહુલ પટેલ અને હાર્દિક પટેલ જેવા પ્રતિભાશાળી ક્રિકેટરો ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

  • સુરતના ત્રણ ગ્રાઉન્ડ પર રમાનારી 15 મેચોનું શિડ્યુલ
  • તારીખ સમય ગ્રાઉન્ડ મેચ
  • 20 ફેબ્રુ. 9-00 ખોલવડ બરોડા-ગોવા
  • 20 9-00 લાલભાઇ ગુજરાત- છત્તીસગઢ
  • 20 9-00 પીઠાવાલા હૈદ્રાબાદ-ત્રિપુરા
  • 22 9-00 ખોલવડ બરોડા-ત્રિપુરા
  • 22 9-00 લાલભાઇ ગુજરાત-ગોવા
  • 22 9-00 પીઠાવાલા હૈદ્રાબાદ-છત્તીસગઢ
  • 24 9-00 ખોલવડ ગોવા-છત્તીસગઢ
  • 24 9-00 પીઠાવાલા ગુજરાત-ત્રિપુરા
  • 24 9-00 લાલભાઇ હૈદ્રાબાદ-બરોડા
  • 26 9-00 પીઠાવાલા બરોડા-છત્તીસગઢ
  • 26 9-00 ખોલવડ ગુજરાત-હૈદ્રાબાદ
  • 26 9-00 લાલભાઇ ત્રિપુરા-ગોવા
  • 28 9-00 લાલભાઇ ગુજરાત-બરોડા
  • 28 9-00 પીઠાવાલા હૈદ્રાબાદ-ગોવા
  • 28 9-00 ખોલવડ ત્રિપુરા-છત્તીસગઢ
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top