Vadodara

વિઘ્નહર્તાની નિર્વિઘ્ને વિદાય

વડોદરા: શહેરમાં સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિઓનું આજે વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરમાં સ્થાપિત નાની મોટી 10 હજારથી વધુ પ્રતિમાઓનું શહેરમાં 6 સ્થળોએ બનાવાયેલ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિવિધ યુવક મંડળો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી હતી.

વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે આસ્થાભેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી બાપ્પાની આગતા સ્વાગત અને શ્રદ્ધાભેર પૂજન અર્ચન કરી આજે અનંત ચૌદશના દિવસે વિઘ્નહર્તાને ભાવવિભોર થઇ વિદાય આપવામાં આવી હતી.

પુંઢચ્યા વર્ષી લૌકાર આ.. ના નારા સાથે આજે શ્રદ્ધાળુઓએ વિઘ્નહર્તા ગણેશજીને વિદાય આપી હતી. સવારથી જ વિવિધ વિસ્તારોમાં વિસર્જન યાત્રાઓ નીકળવાની શરુ થઇ હતી. ડીજેના તાલ સાથે વાજતે ગાજતે અને ગુલાલની છોળો વચ્ચે આ વિસર્જન યાત્રાઓ નીકળી હતી. જેને શહેરના મુખ્ય માર્ગો ઉપર આકર્ષણ પણ જમાવ્યું હતું. બાપ્પાને વિદાય આપતા કેટલાયની આંખોમાં આંસુ પણ સારી પડ્યા હતા.બાપ્પા તમને વિઘ્નો દૂર કરી આવતા વર્ષે પુનઃ મહેમાનગતી માણવા પધારે તેવા કોલ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી. શહેરમાં વિવિધ સ્થળોએ બનાવાયેલ 6 કૃત્રિમ તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું,

Most Popular

To Top