Dakshin Gujarat Main

પ્રેમીને મળવા ઘરેથી નીકળેલી તરૂણી પર બે ઇસમોએ ગુજાર્યો બળાત્કાર

વાપી : વાપી (Vapi)ની એક તરૂણી તેના પ્રેમી (Lover)ને મળવા ઘરેથી નીકળ્યા બાદ ડુંગરા વિસ્તારના બે ઇસમોએ તરૂણી (girl) સાથે દુષ્કર્મ (Rape) કર્યુ હતું. તરૂણીએ તેના ઘરે પરત ફર્યા બાદ તેની સાથે થયેલા દુષ્કર્મ અંગે જણાવતા પરિવારના સભ્યોએ ડુંગરા પોલીસ મથક (police station)માં સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં એક ખાટકી તથા એક વાળંદનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. પોલીસે ઇમરાન નાદરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

વાપી તાલુકામાં રહેતી 14 વર્ષીય તરૂણી 7મી ઓગષ્ટના રોજ ગુમ (Missing) થઈ હતી. પરિવારજનોએ તરૂણીની આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. તરૂણી નહીં મળતા પરિવારના સભ્યોએ 10મી ઓગષ્ટના રોજ ડુંગરા પોલીસ મથકે તરૂણીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ 13મી ઓગષ્ટના રોજ તરૂણી ઘરે પરત ફરતા પરિવારને હાશકારો થયો હતો. તરૂણીએ તેનું અપહરણ કરનારા બે યુવકોએ તેણીની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો ઘટસ્ફોટ કરતા પરિવારજનોના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. તરૂણીના માતા પિતાએ વાપીના ડુંગરા પોલીસ મથકે તરૂણી ઉપર દુષ્કર્મ આચરનાર બે યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ડુંગરા પોલીસે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને બે યુવકો પૈકી એક યુવકની અટકાયત કરી છે.

તરૂણી ઘરે પરત ફરતા તેને જોઈને પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી. તરૂણીએ નિર્ભયતાપૂર્વક તેના પરિવારને તે ઘરેથી ગુમ થાય બાદ તેનું અપહરણ કરનાર બે યુવકો મટનશોપવાળો અને વાળંદે તેના ઉપર વારંવાર દુષ્કર્મ આચાર્યુ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર હકીકતમાં તરૂણી પ્રેમીને મળવા ઘરેથી નીકળ્યા બાદ મટનશોપવાળા પાસે મોબાઈલ ફોન વાપરવા માંગ્યો હતો. તેનો ગેરફાયદો ઉઠાવીને તરૂણી પર આ બંને ઇસમોએ દુષ્કર્મ કર્યુ હતું. તરૂણીના પરિવારજનોએ તાત્કાલિક ડુંગરા પોલીસ મથકે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર સામે ગુનો નોંધાવ્યો હતો. ડુંગરા પોલીસે સગીરાની ફરિયાદના આધારે ઇમરાન નાદરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી તરૂણીનું બે વર્ષથી શારીરિક શોષણ કરતો યુવાન
વાપી : વાપીમાં એક તરૂણીને બેહોશ કરીને તેના બિભત્સ ફોટા પાડીને તે વાયરલ કરી દેવાની ધમકી આપી છેલ્લા બે વર્ષથી એક પરપ્રાંતિય ઇસમ તરૂણીનું શારિરીક શોષણ કરતો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવતા વાપી ટાઉન પોલીસે મૂળ યુપીના રાજકુમાર સીંગ સામે ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે. વાપી વિસ્તારમાં આ પ્રકારના ગુનાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે તે જોતા હવે પોલીસે કડક હાથે કામ લેવાની જરૂર છે. વાપી ટાઉન પોલીસ મથકે એક તરૂણીને બેહોશ કરી બિભત્સ ફોટા પાડી, વાયરલ કરી દેવાની ધમકી આપી બે વર્ષથી યુવાન તરૂણી સાથે શારીરિક શોષણ કરતો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

ઘટના અંગે તરૂણીએ કંટાળીને પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરતા યુપીનો રહેવાસી રાજકુમાર સીંગ વાપીથી ફરાર થયા હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસે આ ઘટનામાં આરોપી રાજકુમાર સીંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top