National

સરકારને પેગાસસ માટે વિગતવાર સોગંદનામુ કરવાની ફરજ પાડી શકે નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે (supreme court) જણાવ્યું હતું કે તે પેગાસસ સ્પાયવેર (Pegasus spyware)નો ઉપયોગ ચોક્કસ નાગરિકોની જાસૂસી માટે થયો હતો કે કેમ? તે બાબતે માહિતી માગતી અરજીઓ (application) સામે વિગતવાર સોગંદનામુ કરવાની ફરજ ખંચકાતી સરકાર (government)ને પાડી શકે નહીં જ્યારે સરકાર તરફથી એવો દાવો જોરશોરથી કરવામાં આવ્યો હતો કે તેણે કંઇ સંતાડવાનું નથી અને તે આ મુદ્દે તમામ પાસાઓને તપાસવા માટે એક સમિતિની રચના કરશે.

સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ એન.વી. રમણ મંગળવારે એ ચર્ચા કરશે કે કેન્દ્ર સરકારે આ બાબતમાં વિગતવાર સોગંદનામુ રજૂ કરવું જોઇએ કે કેમ? જે કેન્દ્ર સરકારે આજે એક ટૂંકુ સોગંદનામુ રજૂ કર્યું જ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ અરજીઓ અટકળો અને ખયાલો પર આધારીત છે અથવા અન્ય બિનઆધારભૂત અહેવાલો પર કે અન્ય અધૂરી સામગ્રી પર આધારિત છે. સોલિસિટર જનરલ તુષાર મહેતા, કે જેઓ કેન્દ્ર તરફથી ઉપસ્થિત થઇ રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે જો આ બાબત બિનઆધારભૂત અહેવાલોના આધારે આગળ વધશે તો રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો પર તેની અસર પડશે, અને તે સોંગદનામુ વગેરે રજૂ કરો એમ કહીને હાથ ધરી શકાય નહીં.

ઇલેકટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે બે પાનાના સોગંદનામામાં જણાવ્યું હતું કે ખાટ સવાદિયા તત્વો દ્વારા રજૂ કરવામાં આવેલા ખોટા ખયાલો ખાળવા માટે આ મુદ્દાઓ ચકાસવા જરૂરી હતા અને કેન્દ્ર સરકાર આ બાબતે તપાસ માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે જુઓ, સરકાર ખચકાઇ રહી છે, તમે તેને એફિડેવિટ કરવાની ફરજ પાડી શકો? એક બેન્ચે પૂછ્યું હતું.

અરજદાર પત્રકારોના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે જેણે પોતે અથવા તેની એજન્સીઓએ પેગાસસનો ઉપયોગ કર્યો હોઇ શકે છે તે કેન્દ્ર સરકાર પોતાની સમિતિ રચે તેનો કોઇ અર્થ નથી.

Most Popular

To Top