Business

સુરતનું હીરાબજાર ફરી ધમધમ્યું: જેમ્સ એન્ડ જ્વેલરી કુલ એક્સપોર્ટ 24881 કરોડ નોંધાયો

સુરત: જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર (Jams and jewelry sector)માં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના (corona)માં દેશના જેમ એન્ડ જવેલરી સેક્ટરની કુલ નિકાસમાં જુલાઈ દરમિયાન કુલ 27 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે અને કુલ એક્સપોર્ટ 24881 કરોડ નોંધાયો છે. કટ અને પોલિશ્ડ ડાયમંડમાં ૬૦ ટકા, સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટ (diamond export)માં ૨૦૪ ટકા જયારે ડાયમંડ જવેલરીમાં ૬૦ ટકાનો વધારો નોંધાયો છે.

જીજેઈપીસી (GJEPC) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ જુલાઈ માસમાં કટ અને પોલિશ્ડ ડાયમંડનું જુલાઈ ૨૦૧૯ માં 10342.25 કરોડના એક્સપોર્ટ નોંધાયો હતો . જેમાં જુલાઈ ૨૦૨૦૧ માં કુલ 0.૯૮ ટકા ઉછાળા સાથે રૂપિયા.૧ ૬,૬૪૮.૭૧ કરોડનો એક્સપોર્ટ નોંધાયો છે. કોરોના છતાં સુરત (surat)ના હીરા ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યાં છે. જેના કારણે થોડા સમય પૂર્વે ૨ફ ડાયમંડની શોર્ટેજ પણ ઊભી થતાં તેના દરમાં પણ ઉછાળો નોંધાયો હતો. આ પ્રમાણે સિન્થેટિક કે લેબનોન ડાયમંડની વાત કરવામાં આવે તો સુરત પોલિશ્ડની સાથે સિન્થેટિક ડાયમંડ ઉત્પાદનમાં પણ ઝડપથી આગળ આવી રહ્યું છે .

જુલાઈ ૨૦૧૯ માં ૮૮૯.૮૧ કરોડનું સિન્થેટિક ડાયમંડનું એક્સપોર્ટ નોંધાયું હતું . તેની સાથે જુલાઈ ૨૦૨૧ માં ૨૭૨૮.૭૩ કરોડના સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટ સાથે સીધો ૨૦૪ ટકાનો વધારો નોંધાયો છે . કોરોનાની સ્થિતિ બાદથી જ સિન્થેટિક ડાયમંડ અને તેની જવેલરીની યુએસએમાં સારી ડિમાન્ડ નીકળતાં સુરતમાં ઉત્પાદકો વધ્યા છે. ૩00 થી વધુ સિર્જેટિક ડાયમંડનું જોબવર્ક કરતી કંપનીઓ સુરતમાં કાર્યરત થઈ છે. તે પ્રમાણે જ હેવી ડાયમંડ ગોલ્ડ જવેલરીમાં પણ સુરતમાં કરોડો રૂપિયાની જવેલરી બની રહી છે.જીજેઈપીસીના આંક મુજબ , જુલાઈ ૨૦૧૯ માં ૭૧૯૩.૮૪ કરોડની જવેલરી એક્સપોર્ટ થઈ હતી. તેની જગ્યાએ જુલાઈ ૨૦૨૧ માં ૬૦ ટકાનો ઉછાળો નોંધાયો છે.

સુરતમાં તૈયાર થતી જ્વેલરીનું પ૦ ટકાથી વધુ માર્કેટ યુએસએનું બજાર છે. ત્યારે આવનારા દિવસમાં આ સેક્ટરમાં પણ ગ્રોથ નોંધાઇ તેવી આશા સેવાઈ રહી છે. આગામી દિવસોમાં ભારતમાં પણ દિવાળી સહિતના તહેવારો અને ત્યારબાદ લગ્નસરાની સીઝન હોવાથી ઘરેલૂ માર્કેટમાં પણ સારી ઘરાકીની સંભાવના જોવાઇ રહી છે.

Most Popular

To Top