Dakshin Gujarat

વાપીના ડુંગરામાં ઓવરટેક કરતા બાઈકચાલક કન્ટેનરના ટાયર નીચે કચડાઈ ગયો

વાપી: (Vapi) વાપીના ડુંગરામાં બાઈક (Bike) સવાર બે ઈસમ કન્ટેનરને ઓવરટેક (Overtake) કર્યાના પલભરમાં જ બાઈક સ્લીપ થતા બંને જણા માર્ગ પર પટકાયા હતા. તે જ કન્ટેનરનું ટાયર બાઈક્ચાલક ઉપર ફરી વળતા કચડાઈ જવાથી મોત નિપજ્યું હતું. જે બનાવ અંગેની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.

  • વાપીના ડુંગરામાં ઓવરટેક કરતા બાઈકચાલક કન્ટેનરના ટાયર નીચે કચડાઈ ગયો
  • કન્ટેનરનું ટાયર બાઈક્ચાલક ઉપર ફરી વળતા કચડાઈ જવાથી મોત નિપજ્યું

વાપીની ચામુંડા ડ્રીમ સોસાયટીમાં નરેન્દ્ર નીમ્બાભાઈ રાજપુત મિત્રો સાથે રહે છે. તેઓ રૂમમાં રહેતા મિત્ર પ્રફુલ છવાને હાથની કોણીમાં દુઃખાવો થતા તેમની સાથે બાઈક નં એમએચ -1 બીએ -7510 લઈ સેલવાસ હોસ્પિટલ સારવાર માટે ગયા હતા અને ત્યાંથી બાઈક પર પરત ફરી રહ્યા હતાં. બાઈક પ્રફુલ કછવા ચલાવી રહ્યો હતો. તેઓ દાદરા ચેકપોસ્ટથી આગળ આવ્યા ત્યારે કન્ટેનર નં. ડબ્લયુબી -23 ડી -2234ને ઓવરટેક કરતા બાઈક સ્લીપ થઈ હતી અને બંને મિત્રો પડી જતા પલભરમાં જ કન્ટેનરનું ટાયર બાઈચાલક પ્રફુલ ઉપર ફરી વળતા તેનું મોત થયું હતું. બનાવની જાણ નરેન્દ્ર રાજપુતે વાપી ડુંગરા પોલીસ મથકમાં કરી હતી.

વાપી છરવાડાથી રૂપિયા 39 હજાર સાથે 15 જુગારી ઝડપાયા
વાપી : વાપી નજીકના છરવાડા, રમઝાનવાડી, ભૂતબાપાની મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 15 ઈસમને ડુંગરા પોલીસે ઝડપી પાડી રોકડા 30,810 ક્બજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપીના છરવાડા ગામ, રમઝાનવાડી પાસે ભૂતબાપાના મંદિરની બાજુમાં જુગાર રમાતો હોય પોલીસે રેઈડ કરી હતી. જેમાં બે કુંડાળામાં જુગાર રમી રહેલા રમાકાંત સીતારામ ચૌહાણ, ધનરાજ સિનસિંગ રાજપુત, જ્યેશ હસમુખ પટેલ, મયુર જયંતી ભાનુશાલી, મનિષ જયંતી ભાનુશાલી, ગૌરવ બાબુ પટેલ, બીપીન અમ્રુત પટેલ, એન્થની રોબટસી, ભાવેશ મનોજ પ્રજાપતિ, અલ્પેશ શકરા ચૌહાણ, યાદવેન રૂસ્તમસિંગ યાદવ, સંતોષ વિનોદ પટેલ, વિશાલ સુભાષ રાજભર, મિથુન દામોદર મંડલ અને વિશાલ ભુપત પટેલ (તમામ રહે.છરવાડા, રમઝાનવાડી), વાપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા 39,310 કબજે કરી જુગાર ધારા ક્લમ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ વાપી ડુંગરા પોલીસ કરી રહી છે.

Most Popular

To Top