Gujarat

કોંગ્રેસના દેશવ્યાપી ‘હાથ થી હાથ જોડો’ અભિયાનની ગુજરાતમાં પણ તૈયારી શરૂ

અમદાવાદ: આગામી 2024ની લોકસભાની ચૂંટણી (Loksabha Election) માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી પહોંચવા માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા ભારત જોડોયાત્રા (Bharat Jodo Yatra) શરૂ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે દેશમાં “હાથ થી હાથ જોડો” (Haath thi Haath Jodo) થકી છેવાડાના લોકો સુધી પહોંચવાનું કોંગ્રેસ (Congress) દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં (Gujarat) પણ આ અભિયાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાથ થી હાથ જોડો અભિયાન માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી છે.

  • છેવાડાના લોકો સુધી ભાજપની અણધડ નીતિઓ ભ્રષ્ટાચારને પહોંચાડાશે
  • હોદ્દેદારોની નિમણૂક પણ કરી દેવામાં આવી

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં હાથ સે હાથ જોડો થકી છેવાડાના લોકો સુધી પહોંચવાનું અભિયાન હાથ ધર્યું હતું. અહંકારી ભાજપ સરકારના કારણે જનતા તમામ ક્ષેત્રે પીસાઇ રહી છે. અસહ્ય મોંઘવારી, ભયમુક્ત ભ્રષ્ટાચાર, ભયંકર બેકારી, ગુનાખોરી, કાળાબજારી, કાયદાનો બેફામ રીતે દુરુપયોગ, શિક્ષણમાં મનફાવે તેવા પ્રયોગો કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં લઇ જવું, મહિલાઓની અસલામતી, નોકરીયાત અને ધંધાદારીઓ પર કમરતોડ ટેક્સ, પ્રેસ અને પત્રકારોને ડરાવી ધમકાવીને દમન કરવું, ખેડૂતોની આત્મહત્યાઓ, ગરીબીમાં વધારો સહિતની મુશ્કેલીઓમાં દેશનો સામાન્ય-મધ્યમ વર્ગનાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, “હાથ સે હાથ જોડો” અભિયાનનો અર્થ છે કે આપણે કોંગ્રેસના તમામ કાર્યકરોએ હાથમાં હાથ મીલાવી તાલમેળથી ભાજપની અણઘડ નીતિઓ અને ભ્રષ્ટાચારને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે.

‘હાથ સે હાથ જોડો’ના પ્રદેશ કન્વીનર ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાને ઢાંકવા નકલી જુઠ્ઠા વિકાસનો ઢોલ વગાડ્યા કરે છે. વિદેશોમાં જુઠ્ઠો પ્રચાર કરે છે અને દેશ વિકાસ કરી રહ્યો છે તેવા ખોટા બણગા ફૂંકે છે. નિર્દોષ પ્રજાને સામ, દામ, દંડ અને ભેદની નિતીથી દબાવી રાખી છે. લોકોને મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ભાજપ સરકાર નિતનવા હથકંડા અપનાવે છે, ત્યારે લોકોને સાચો સત્યનો રસ્તો બતાવવાનો છે.

Most Popular

To Top