Gujarat

જુનાગઢ પછી હવે જામનગરમાં રાસ – ગરબાની પ્રેક્ટિસ કરતાં યુવકનું હાર્ટ એટેકથી મોત

ગાંધીનગર: રાજયમાં (Gujarat) હાર્ટ અટેકના (Heart Attack) કારણે છેલ્લા છ માસથી યુવકોના મોતની (Death) ઘટનાઓ સામે આવી રહી છે. સતત વધતી આ રીતની ઘટનાઓના પગલે રાજયમાં ચિન્તાનો માહોલ જોવા મલી રહયો છે. તાજેતરમાં જુનાગઢમાં (Junagadh) એક યુવક દાંડિયા રાસની પ્રેક્ટિસ કરી રહયો તો , તે દરમ્યાન તેનું હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયુ હતું. આજે જામનગરમાં પણ અન્ય એક વધુ યુવકનું મૃત્યુ થયુ હતું. એટલે ગરબાની પ્રેક્ટિસ દરમ્યાન યુવકોનું મૃત્યુ થઈ રહયુ છે, તે બાબત પણ ચિન્તાનો માહોલ જોવા મળી રહયો છે.

ગુજરાતમાં અત્યારથી જ નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે. યુવકો અને યુવતીઓ જુદા જુદા ગરબા કલાસીસમાં ગરબા – રાસની પ્રેક્ટિસ પણ કરી રહયા છે. આ ઉપરાંત રાજયમાં યુવતીઓ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણીના થનગનાઠના ભાગરૂપે વિવિધ બજારોમાં ચણીયા- ચોળીની પણ ખરીદી ચાલી રહી છે. જો કે રાજયમાં નવરાત્રિ પહેલા જ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન બે યુવકોના મોત નિપજ્યા છે.

આજે જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ “સ્ટેપ એન્ડ સ્ટાઈલ ગરબા ક્લાસ” માં પૂરાજોશ સાથે પ્રેક્ટિસ કરતા 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયુ છે. વિનીત મેહુલભાઈ કુંવરિયા પ્રેક્ટિસ કરતી વખતે ઢળી પડયો હતો. જેના પગલે વિનીતને ત્વરીત હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. જો કે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
છ દિવસ પહેલા જુનાગઢમાં દાંડીયારાસ રમતા 24 વર્ષીય યુવાનનું કરૂણ મોત થયું હતું. નવરાત્રિની પ્રેક્ટિસ દરમ્યાન ચિરાગ પરમાર નામના 24 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો , જેના પલે તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જો કે ફરજ પરના તબીબોએ આ યુવકને મૃત જાહેર કર્યો હતો.

છેલ્લા છ માસથી દાંડિયા રાસ પ્રકિટસ કરતાં ખેલૈયાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજયુ છે. જયારે રાજકોટમાં પણ અગાઉ ત્રણ યુવકોનું હાર્ટ એટેકથી મોત નિપજયું હતું. જુનાગઢમાં નવરાત્રી તહેવારના આગમન પૂર્વે ગરબા કોચીંગ કલાસમાં યુવા વર્ગ પ્રેકટીસ કરી રહ્યા છે. આ પહેલા પણ જુનાગઢમાં હાર્ટએટેકથી એક ખેલૈયાનું મોત થયું હતું.

Most Popular

To Top