Dakshin Gujarat Main

વાંસદા તાલુકાના ચેકડેમોમાં ભંગાણ પડતા સરકારના કરોડો રૂપિયા પાણીમાં!

વાંસદા: વાંસદા (Vansda) તાલુકાના રાણી ફળિયા ગામમાં તંત્રની લાહપરવાહિ પગલે ચેકડેમ (Check dam) માંથી પાણી (Water) વહી ગયું છે, ત્યારે હવે ઉનાળામાં ખેડૂતોને (Farmer) પાણીની મોટી ખોટ ઊભી થશે. ભંગાણ (Crash) પામેલા ચેકડેમોના સમારકામની જરૂરિયાત હોવા છતાં સિંચાઈ વિભાગ (Irrigation Department) બેદરકાર રહ્યો છે.

વાંસદા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમો તો બનાવવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા આ ચકેડેમોનું સમયાનુસાર સમારકામ નહીં કરાતા પાણીનો સંગ્રહ નહીં થતાં ને પાણી વહી જતાં સરકારનો કરોડો રૂપિયા પણ પાણીમાં વહેતા દેખાઈ રહ્યા છે. જેમાં વાંસદાના રાણી ફળિયા ગામમાં કાવેરી નદી પર આવેલા ચેકડેમની બારીમાં ભંગાણ પડતા તેમાંથી સતત પાણી વહી રહ્યું છે તેમજ આજ ચેકડેમની એક બારી જ ત્યાંથી ગાયબ થઈ ગઈ હોવાથી ડેમનું અસ્તિત્વ મટી જાય તો નવાઈ નહીં. હજી ઉનાળાની સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે ચેકડેમો ખાલી થઈ ગયા છે.

અમારી રજૂઆત સિંચાઈ વિભાગ સાંભળતો નથી : ધારાસભ્ય
વાંસદા તાલુકામાં ઘણાબધા ચેકડેમો એવા છે કે જેની બારીઓ કાઢી નાખી છે અથવા ચોરાઈ ગઈ છે. જે બાબતે સિંચાઈ વિભાગને અમારી અનેકવાર રજૂઆત છતાં પણ બારીઓ નાખવામાં નથી આવતી અને રિપેરીંગ કામ પણ કરવામાં નથી આવતું. જેના કારણે રાણી ફળિયા ગામમાં પણ આ જ પરિસ્થિતિ ઉભી થઈ છે.

વાંસદા કાવેરી નદીમાં મેડકલ વેસ્ટ ઠાલવવા બાબતે આખરે આરોગ્ય વિભાગની ઊંઘ ઊડી
વાંસદા: વાંસદા તાલુકાના રાણી ફળીયા ગામે કાજુવાડી વિસ્તારમાં આવેલી કાવેરી નદીના પુલ નીચે અજાણ્યા શખ્સ દ્વારા મેડિકલ વેસ્ટ ઠાલવી દેવાયો હતો. જેનો અહેવાલ ‘ગુજરાતમિત્ર’ દૈનિક પેપેરમાં પ્રસિદ્ધ થતાં જ આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઈ છે. આરોગ્ય વિભાગે સ્થળ પર જઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ મામલે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગાંધીનગરના અધિકારીને રાણી ફળિયા ગામના સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ જીપીસીબીના અધિકારીએ કોમન ફેસિલિટીથી નદીમાંથી આ મેડિકલ વેસ્ટ નાશ કરવા માટે ઉપાડી લીધો હતો. સંબંધિત અધિકારીએ મેડિકલ વેસ્ટનો કબ્જો લઈ તેના ઉપર જરૂરી લખાણના આધારે આ વેસ્ટ ક્યાંથી આવ્યો હોય અને કોના દ્વારા નદીમાં ફેંકવામાં આવ્યો તેની તપાસ શરૂ કરી છે ? એમ નવસારી રીજનલ ઓફિસરે જણાવ્યું હતું. રાણી ફળિયાના સરપંચ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેટલીક દવાની બોટલો પર લખાણ વંચાય છે તેની સ્થળ તપાસ થાય એ ખૂબજ જરૂરી છે. આ વિસ્તારમાં કચરો નહિ નાખવા બાબતે હોટલોને નોટિસ આપવામાં આવશે.

Most Popular

To Top