Dakshin Gujarat

તંત્રની ઢીલી નીતિના કારણે વલસાડી હાફૂસના પેટર્ન હવે મહારાષ્ટ્રના ખેડૂતો પાસે, સ્થાનિકોને નુકશાન


surat : વલસાડી હાફૂસ કેરી ( hafus mango) રસીયા માટે પ્રથમ પસંદ છે, પરંતુ આ વલસાડી હાફૂસ (અલ્ફાન્ઝો) પેટર્ન ( pettren) ઉપર મહારાષ્ટ્ર ( maharashtra) રત્નાગીરીના ખેડૂતો હકક ભોગવી હાલ વલસાડમાં થતી હાફૂસ કેરીનો મુંબઈ સહિતના બજારમાં અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે, જે આઘાતજનક બાબત હોવાનો પલસાણાના અગ્રણી ખેડુતે ( farmer) ઘટસ્ફોટ કરતાં સ્થાનિક ખેતીવાડી તંત્રની પોલ ખોલી નાંખી છે.


પારડી તાલુકાના પલસાણા ગામના અગ્રણી ખેડૂત હર્ષદભાઈ દેસાઈના જણાવ્યા પ્રમાણે હાલમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર રત્નાગીરીના અને કોકણના ખેડુતોએ થોડા વર્ષો પહેલા હાફૂસ કેરીને પોતાના વિસ્તારની પેટર્ન તરીકે નોંધણી કરાવી દીધી હતી. હાલ મુંબઈના વાસી ખાતે કેરીનું મોટુ બજાર છે, ત્યાં વલસાડી હાફૂસની કેરીનો હાફૂસ કેરી તરીકે અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે. જેને કારણે વલસાડમાં હાફૂસનુ ઉત્પાદન કરતા ખેડુતોની મુઝવણ વધી છે. ખરેખર તો હાફૂસ કેરી અને તેની કલમની પેટર્ન વલસાડના ખેડુતોએ તૈયાર કરી હતી અને તે કલમો મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યો અને વિદેશમાં પણ આપી હતી, પરંતુ સ્થાનિક પ્રશાસન દ્વારા સમયસર ધ્યાન નહી અપાતા હાફૂસ પેટર્ન ઉપર મહારાષ્ટ્ર રત્નાગીરીના તથા કોકણના ખેડૂત હકક ભોગવી રહ્યા છે. આ સામે વલસાડના ખેડુતોએ એક થઈને લડત ચલાવવી પડશે. હાલ તો વલસાડી હાફુસની પેટર્નના મહારાષ્ટ્રના ખેડૂતો માલિક બની ગયા હોવાનું પારડીના પલસાણા ગામના ખેડૂત હર્ષદ દેસાઈએ જણાવ્યું હતું.

ખાતર, દવાનો ભાવ વધારો થતા કેરીના પાકનો ઉત્પાદન ખર્ચ વધી ગયો
ચાલુ વર્ષે હાફુસનો 10 ટકા પાક જ જણાઈ રહ્યો છે. તેની સામે ખાતર, દવા વગેરેનો ભાવ વધારો થયો હોય ખેડૂતને કેરીના પાકનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. સ્થાનિક માર્કેટમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહ્યા નથી. પારડી શહેરના પોણિયા રોડના ખેડૂત કમળાબેન લલ્લુભાઇની વાડીમાં દર વર્ષ કરતા આ વર્ષે કેરીના પાકમાં ઘટાડો જોવા મળ્યો છે. બની શકે એટલું કરતાલ ખાતર વગરની કેરીનો પાક અહીં તૈયાર કરાયો છે. જેનો ટેસ્ટ ખાવામાં સારો હોવાનું ખેડૂતે જણાવ્યું હતું

Most Popular

To Top