Dakshin Gujarat

વલસાડ પોલીસે વાહન ચાલકને દબોચી લેતા તેની પત્નીએ કર્યો એવો ડ્રામા કે મચી ગઈ ચકચાર

વલસાડ: (Valsad) વલસાડ સિટી પોલીસે (Police) મંગળવારની રાત્રે અચાનક શહેરના પોશ વિસ્તારમાં વાહન ચેકિંગ શરૂ કરી દીધું હતુ. જેના પગલે શહેરમાં ચકચાર મચી ગઇ હતી. આ વાહન ચેકિંગ દરમિયાન દારૂના નશામાં (Drunk) ફરતા બે પકડાયા હતા અને અનેક વાહન ચાલકોને મેમો ફટકારાયો હતો. ચેકિંગ દરમિયાન એક વાહન ચાલક પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જેના પગલે પોલીસે તેને દોડીને પકડી પાડ્યો હતો. જેની પત્નીએ રડારોડ કરી મોટો ડ્રામા (Drama) કર્યો હતો.

  • પોલીસના ચેકિંગમાં વાહન ચાલક ચકમો આપી ફરાર, પત્નીએ મોટો ડ્રામા કર્યો
  • વલસાડ પોલીસના વાહન ચેકિંગમાં બે દારૂડિયા પણ પકડાયા, વાહન ચાલકોને દંડ ફટકારાયો

વલસાડના નવા પીઆઇ ડી.એમ.ઢોલે ગતરાત્રે 10 વાગ્યે અચાનક પોતાની ટીમ સાથે તિથલ રોડ ચાર રસ્તા પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતુ. જેની સાથે તેમની ટીમ બ્રેથ એનેલાઇઝર સાથે દારૂડિયા વાહન ચાલકોનું પણ ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન તિથલ રોડનો એક અને ધોબી તળાવનો એક મળી કુલ બે દારૂડિયા પકડાયા હતા. આ સિવાય તેમના દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં 5 થી વધુ વાહનોને સ્થળ પર દંડ ફટકારાયો હતો. વલસાડ પોલીસના ચેકિંગ દરમિયાન એક વાહન ચાલક પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જેના પગલે પોલીસે તેને દોડીને પકડી પાડ્યો હતો. જેની પત્નીએ રડારોડ કરી મોટો ડ્રામા પણ કર્યો હતો. જેને સિવિલમાં સારવાર અર્થે લઇ જવી પડી હતી. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસના આ ચેકિંગમાં અનેક સામાન્ય લોકોને હેરાન કરાતા હોવાની બૂમરાણ મચાવી હતી.

વલસાડના વેપારી સાથે ઠગાઇ કરનારની જામીન અરજી નામંજૂર
વલસાડ : વલસાડમાં ભાડેથી દુકાન રાખી જુદા જુદા વેપારીઓ પાસે જુદી જુદી ચીજ વસ્તુઓ ખરીદ કરી તેના નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી જગદીશ શાંતિ ભોઈની વલસાડ સિટી પોલીસે ધરપકડ કર્યા બાદ તેણે જામીન મુક્ત થવા કરેલી રેગ્યુલર જામીન અરજી સંદર્ભે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી જજ પ્રકાશકુમાર પટેલે આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. આણંદના રહેવાસી જગદીશ શાંતિભાઈ ભોઈએ વલસાડમાં એક દુકાન ભાડે રાખી અને વેપારી પાસેથી એસી, ફર્નિચર, ટાયર જેવી અનેક વસ્તુઓ ઉધાર લઈ તેમને નાણાંની ચુકવણી નહીં કરી રૂ. 13.57 લાખની છેતરપિંડી કરી હતી. જેમાં પોલીસ ફરિયાદ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ જ્યુડીશીયલ કસ્ટડીમાં રહેલા જગદીશે જામીન પર મુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી. જે નામંજૂર થઈ છે.

Most Popular

To Top