Vadodara

વડોદરામાં તૌકતે વાવાઝોડાના કહેર સામે તંત્ર દોડતુ રહ્યું

વડોદરા: સમગ્ર ગુજરાતમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસરને લઈ વહીવટી તંત્ર સજાગ થયું છે. બેઠકોના દોર શરૂ થવાની સાથે સાથે આગોતરા આયોજનના ભાગ રૂપે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે વડોદરા શહેરના સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે તૌકતે ચક્રવાતને પગલે સર્જાનાર પરિસ્થિતિ પહોંચી વળવા ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી નગરજનોને ત્વરિત મદદ મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર 82380 23337 શરૂ કરવામાં આવ્યા છે. વડોદરા ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સંભવિત”તૌકતે” વાવાઝોડું ઉતર ગુજરાતના દરિયાકિનારા તથા તેની આસપાસમાં ટકરાશે.જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

રાજ્યના તમામ જીલ્લાઓના કલેકટર સાથે સરકાર દ્વારા જરૂરી સૂચનાઓ તથા સમીક્ષા  વર્ચ્યુઅલ બેઠક થકી કરવામાં આવી રહી છે.ત્યારે વડોદરા જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ અંગેની બેઠક ચાલી રહી છે.જેમાં વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા વડોદરા શહેરમાં કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.જેમાં શહેરના તમામ હોર્ડિંગ્સ દૂર કરવાની સાથે સાથે મધ્ય ગુજરાત વીજ કંપની લિ.સાથે સંકલન કરી જો ઝડપી પવનને કારણે કે અન્ય કારણોસર વીજપુરવઠો ખોરવાય તેવી પરિસ્થિતિમાં ઝડપથી કામગીરી કરવા તથા તમામ કોવીડ હોસ્પિટલોમાં ડીજી સેટની તૈયારીઓ ઈમર્જન્સી માટે કરવા તેમજ ફાયરબ્રિગેડ દ્વારા કંટ્રોલ રુમ શરૂ કરવામાં આવ્યું છે.

વાવાઝોડાની ચેતવણી અને તકેદારીના પગલાંનું પ્રસારણ કરાયું

જૂના જમાના માં આફત સામે લોકોને સાવધાન કરવા ઢોલીઓ દ્વારા દાંડી પીટવામાં આવતી હતી. એ પ્રથામાં નવીનીકરણ કરીને જિલ્લાની નગર પાલિકાઓએ રિક્ષાઓ ફેરવી માઇક સિસ્ટમ દ્વારા અને વેસ્ટ કલેક્શન વાહનો ની જાહેર પ્રસારણ સિસ્ટમ દ્વારા લોકો ને તાઉ તે વાવાઝોડા ની આફત સામે સાવચેત કરવાની સાથે તકેદારીના જરૂરી પગલાંની જાણકારી આપી હતી.ખાસ કરીને આ બે દિવસે ભારે પવનો ફૂંકાવા અને ભારે વરસાદ ની શક્યતાને અનુલક્ષીને લોકોને ખૂબ અગત્યના કામ સિવાય ઘર બહાર ન નીકળવા, મોબાઈલ સહિતના સાધનો ચાર્જ રાખવા.

ક્રેડાઈના સભ્યો સાથે ઓનલાઈન બેઠક યોજી

•તૌકતે વાવાઝોડાના પગલે બાંધકામ સાઈટ્સનુ પર તમામ પ્રકારની સાવચેતી રાખવી અને પવનના લીધે ઉડે શકે તેવા બાંધકામના હંગામી સ્ટ્રકચરને વ્યવસ્થિત કરવા જેથી કરીને કોઇ પણ પ્રકારની જાનહાનિ કે દુર્ધટના રોકી શકાય. •બાંધકામ સાઈટ્સ ઉપર કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારી લેવી. •ક્રેન જેવા ઉંચાઈ ધરાવતા સાધનોને વ્યવસ્થિત રીતે સુરક્ષીત જગ્યાએ ખસેડવા જેથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને. •

કલેકટરે વડોદરા એરપોર્ટના ડાયરેકટર સાથે બેઠક કરી

  પવનની તીવ્ર ગતીના કારણે કોઇ પણ પ્રકારની અનિચ્છ્નિય ઘટના ન બને તે માટે વડોદરા એરપોર્ટ પર તકેદારીના ભાગ રૂપે રેસ્ક્યુ તથા રીલિફ સિવાયની તમામ કામગીરી હાલ પુરતી સ્થગિત કરવામા આવી છે.   એરપોર્ટ પર ડી.જી. સેટ તથા તેને સંલગ્ન જરૂરી તમામ સુવિધાની ચકાસણી કરવા સુચના આપી હતી.  ડિ-વોટરીંગ પંપ તેમજ તેને સંલગ્ન જરૂરી સુવિધાઓ ઉભી કરવા જરૂરી સૂચનાઓ સાથે મોટા – જોખમી બેનર્સ અને પોસ્ટર્સ તેમજ હંગામી બેરીકેટ્સ તાત્કાલિક હટાવવા જણાવવામાં આવ્યું હતું.   હાઇ માસ્ટ લાઇટ્સને વાવાઝોડા દરમિયાન કોઇ ક્ષતી ન પહોંચે તે માટે તેની ઉંચાઇ ઓછી કરવા પણ જણાવ્યું હતું.

વડોદરા આવતી જતી તમામ હવાઈ સેવાઓ બંધ કરવામાં આવી

હવામાન ખાતની આગાહી મુજબ તૌકતે ચક્રવાત ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ટકરાશે.  ત્યારે તકેદારીના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા સંકલન કરીને આગામી બે દિવસ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે તમામ વિભાગો સાથે સંકલન કરીને લોકોની સુરક્ષા માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય ભરના હવાઈ મથકો  પરથી આવતી તેમજ ઉપડતી તમામ હવાઈ સેવાઓ બંધ રાખવામાં આવી છે.ત્યારે વડોદરા હવાઈ મથક પર આવતી અને ઉપડતી તમામ હવાઈ ઉડયનો સ્થગીત કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં વાવાઝોડાના કારણસર વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે . વાવાઝોડા ને પગલે બે દિવસ દરમિયાન 150 કિ.મી.ની ઝડપે પવન  ફૂંકાવાની શક્યતા  સહિત  ભારે વરસાદ પણ પડી શકે તેવી સ્થિતિને પણ નકારી શકાય તેમ નથી.

ત્યારે ગુજરાત પર ત્રાટકનાર સંભવિત વાવાઝોડાને પગલે  સલામતીના કારણે  રાજ્યના તમામ એરપોર્ટ પરની  ફ્લાઇટો સ્થગિત કરાઈ છે . ત્યારે આ પરિસ્થિતિ માં વડોદરા હવાઈ મથક પરથી સંચાલિત થતી તમામ હવાઈ સેવાઓને પણ સ્થગિત કરવામાં આવી છે. વાવાઝોડાની સંભાવનાઓના અનુસંધાને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર સાથે બેઠક કરીને પરામર્શ કર્યો હતો.

Most Popular

To Top