Gujarat

‘તૃષાનો હાથ કેવી રીતે કાપ્યો’, કલ્પેશે પોલીસને કહી હત્યાની સમગ્ર કહાની

વડોદરા: તૃષા હત્યા કેસમાં (Trusha Murder Case) આરોપી કલ્પેશને (Kalpesh) પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન (Reconstruction) કરાવ્યું હતું. વડોદરા (Vadoadara) ક્રાઇમ બ્રાંચની (Crime Branch) ટીમે આરોપી (Accused) કલ્પેશને સાથે રાખીને મુજાર ગામડી જવાના રોડ પાસે મર્ડરના (Murder) ઘટના સ્થળે લઈ ગઇ હતી. પોલીસ પહેલા આરોપીને તેના ઘરે લઈ ગઈ હતી અને ત્યાર બાદ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. 22 માર્ચે બનેલી 37 મિનિટની ઘટનાની પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરી હતી.

સુરત ગ્રીષ્મા મર્ડર કેસની જેમ જ વડોદરા તૃષા મર્ડર કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. જેમાં આજે આરોપી કલ્પેશને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવામાં આવ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાંચ પીઆઇ આર.એ.જાડેજાએ જણાવ્યું હતું કે ગુનાની માહિતી એકત્રિત કરવા આરોપી કલ્પેશ ઠાકોર પાસે મર્ડરની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીના ઘરે અને દુકાને તપાસ કરવામાં આવી હતી. આ પહેલા આરોપીએ હથિયાર કઈ જગ્યાએ છુપાવ્યું હતું તે જગ્યા પોલીસને બતાવી હતી. હત્યા બાદ આરોપીએ જ્યાં યુવતીનું એક્ટિવા મૂક્યું હતું ત્યાંથી પોતાના મિત્રોને જ્યાં ઉભો રાખ્યો હતો તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી બતાવ્યું હતું. પીઆઇએ વધુમાં જણાવ્યુું કે હત્યા કરવાની સ્ટાઈલ પરથી લાગે છે કે તેને પ્લાનિંગથી મર્ડર કર્યું હોય શકે.

તૃષાનો હાથ કેવી રીતે કપાયો?
પોલીસે જ્યારે ઓરાપીને પૂછ્યું કે તૃષાનો હાથ કેવી રીતે કપાયો, ત્યારે આરોપીએ કહ્યું કે સ્વબચાવમાં તેણે પોતાનો હાથ આગળ કરી દેતા તેનો હાથ કપાય ગયો હતો. પોલીસે જણાવ્યું કે બીજી ટીમ દ્વારા પણ પુરાવવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે, તૃષાને વહેલી તકે ન્યાય મળે તેવા પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

વડોદરા શહેરની મકરપુરા પોલીસ સ્ટેશની હદમાં આવતા મુજાર ગામડી ગામની સીમમાં એકતરફી પ્રેમી કલ્પેશ તૃષાને બેહરેમીપુર્વક મોતને ઘાટ ઉતારતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે તે ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો. એકતરફી પ્રેમમાં પાગલ થયેલો કલ્પેશ જયંતિભાઈ ઠાકોરએ તૃષાને મળવા બોલાવી બેહરેમીપુર્વક પાળીયાના ઉપરા-છાપરી 6થી7 ઘા ઝીંકી મોતના ઘાત ઉતારી દિધી હતી.

પોલીસે બે ટીમો બનાવી, “તૃષાની મોપેડ મળતા કલ્પેશ સુધી પહોંચી શકી”
મુજાર ગામડી ગામની સીમમાં હત્યા થઈ હોવાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક પોલીસ માટે મૃતદેહની ઓળખ કરવી જરૂરી હતી. જેને લઈ સ્થળ પર હાજર પોલીસે બે ટીમો બનાવી, હાઈવે નજીક હોવાથી એક ટીમને જમણી બાજુ તથા અન્યને ડાબી બાજુ કોઈ વાહન મળી આવે તેની શોધામાં લગાવામાં આવી હતી. ત્યારે પોલીસેને ત્યાં અનેક વાહનો મળ્યા પરંતુ એક શંકાસ્પદ મોપેડ નજરે પડ્યું જે બનાવના સ્થળથી ફક્ત 500 મીટર નજીક હતું. પોલીસે તાત્કાલીક તે મોપેડના નંબર વડે એડ્રેસ મેળવ્યું અને તે સ્થળ પર પહોંચી. જે એડ્રેસ તૃષાના મામાના ઘરનું હતું. મોપેડ તૃષાના મામાના નામે હતી. પરંતુ તેનું એડ્રેસ મામાના ઘરનું હતું.

પોલીસને મૃતદેહની ઓળખ થઈ ગઈ હતી. ત્યારે હવે આરોપી સુધી પહોંચવા કડીઓ જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે ત્યારબાદ તૃષાના મિત્રવર્તુળની ઓળખ કરી પુછપરછ હાથ ધરી જેમાં 12 જેટલા મિત્રોની પુછપરછ કરતા, સાગર તથા કલ્પેશનું નામ બહાર આવતા પોલીસને એક નવી કડી હાથ લાગે છે. સાગર ગોધરાનો છે. જે ઘણા સમયથી તૃષાના સંપર્કમાં હતો. દક્ષેશની પણ પોલીસ પુછપરછ કરે છે. જોકે આખ્ખી ઘટનાનો ભેદ ઉકેલ્વા ફક્ત દક્ષેશનું નીવેદન મદદરૂપ થાય છે. દક્ષેશ જણાવે છે કે, કલ્પેશ મને કામ છે તેમ કહી હાઈવે પર સાથે લઈ ગયો હતો. પોલીસને એકબાદ એક મળતી કડીઓ કલ્પેશ તરફ ઈશારા કરે છે. જેથી પોલીસે કલ્પેશ સુધી પહોંચી પુછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાય જાય છે.

Most Popular

To Top