SURAT

સુરતમાં આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરાવવાના નામે ઉઘાડી લૂંટ, ઠગાઈથી બચવું હોય તો આટલું કરો

સુરત: સુરત શહેર તથા સુરત જિલ્લામાં અને ખાસ કરીને કામરેજ તાલુકામાં કામરેજ ચાર રસ્તા આસપાસ છેલ્લાં કેટલાંક સમયથી પાનકાર્ડ અને આધારકાર્ડ લીંક કરવાના નામે જનતાને સરાજાહેર લૂંટવાનો વેપલો શરૂ થયો છે. લોકો સવારથી સાંજ સુધી હાથમાં કાગળો લઇ લાઈનો લગાવી રહ્યાં છે છતાં કામરજ મામલતદાર કે પ્રાંત ઓફિસની ઉંઘ સુધ્ધા નથી ઉડતી.

દક્ષિણ ગુજરાતના ગામડામાં આધારકાર્ડને પાન કાર્ડ લીંક કરવાના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. આધાર કાર્ડ કે પછી પાન કાર્ડમાં નામ અલગ હોવાથી એજન્ટો દક્ષિણ ગુજરાતની ગામડાની આદિવાસી પ્રજા પાસે બે હજાર સુધીની કે તેનાથી પણ વધારે કન્સલ્ટન્સી ફી લઈ રહ્યાં છે. આમ, આવી સ્થિતિથી દક્ષિણ ગુજરાતના ગામડાની ગરીબ આદિવાસી પ્રજામાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

કામરેજ ચાર રસ્તા પાસે પેસેફિક હોટલવાળા બિલ્ડિંગની આસાપસ લાગતી લાંબી લાઇનને જોતા આખું ભોપાળું બહાર આવ્યું છે. જ્યારે સુરત શહેરમાં એકલા રહેતા સિનિયર સિટીઝન, શ્રમજીવી વર્ગ અને વિધવા મહિલાઓને આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરવાના મુદ્દે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેનો લાભ લેભાગુઓ લઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે.

આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવાનો એજન્ટો લૂંટ કરતો ચાર્ટ
કામ ફી

  • આધાર કાર્ડ અને પાન કાર્ડમાં લિંક કરવાની પેનલ્ટી રૂ.૧૦૦૦
  • આધાર કાર્ડમાં નામ સુધારવાની રૂ. ૧૦૦થી ૨૦૦
  • પાન કાર્ડમાં નામ સુધારવાની રૂ. ૩૦૦થી રૂ. ૫૦૦
  • કન્સલ્ટન્સી રૂ2000

સૂત્રોના જણાવ્યાનુસાર તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પહેલા ૩૦મી જૂન, ૨૦૨૨ સુધી આધાર કાર્ડ લિંક કરાવે તો રૂ. ૫૦૦ ફી લેવાતી હતી. પરંતુ કેન્દ્ર સરકારે આપેલી આ કટ ઓફ ડેટ દરમિયાન પણ લાખો-કરોડો લોકોએ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવામાં ઉત્સાહ દાખવ્યો નહોતો. જેથી કેન્દ્ર સરકાર આધાર અને પાનકાડ લીંક કરવાની ડેડલાઇન આગામી ૩૧મી માર્ચ, ૨૦૨૩ સુધી લંબાવી છે.

આ દરમિયાન રૂ. ૧૦૦૦ પેનલ્ટી સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લાના કામરેજ સહિતના તાલુકાના ગામડામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં આવતા તમામ તાલુકાના ગામડામાં એજન્ટો દ્વારા આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

દરમિયાન આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામ સરખા નહીં હોવાથી લિંક થતું નથી અને હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે તેનો ફાયદો એજન્ટો લઈ રહ્યાં છે. આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામ એક કરવા માટે એજન્ટો દ્વારા રૂ. ૫૦૦થી ૧૦૦૦ સુધીની કન્સલ્ટન્સી ફી વસૂલાઈ રહી છે.

ઉપરાંત આધાર કાર્ડ કે પાન કાર્ડમાં નામ સુધારવાની કાર્યવાહીની સરકારી ફી રૂ. ૩૦૦ તેમજ આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવા માટેની સરકારી ફી રૂ. ૧૦૦૦ લેવાઈ રહી છે. એવામાં જ આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામ સરખા હોય તો પણ કન્સલ્ટન્સી ફી રૂ. ૫૦૦ લેવાઈ રહી છે. આમ, એક જ જણને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવું હોય તો રૂ. ૧૫૦૦થી રૂ. ૨૦૦૦ સુધીના રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે.

રસીદ પણ નથી આપવામાં આવતી
એજન્ટો દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ પ્રકારની રસીદ આપવામાં આવતી નથી. એટલું જ નહીં, આધાર કાર્ડ કે પાન કાર્ડમાં નામ બદલે તેની પણ કોઈ પણ પ્રકારની રસીદ આપવામાં આવતી નથી. રસીદ મામલે એજન્ટો સાથે વાત કરીયે તો તેઓ લોકો સાથે વર્તન તોછડું કરતા હોવાની પણ દક્ષિણ ગુજરાતની ગરીબ આદિવાસી પ્રજાએ કરી હતી.

૩૧ માર્ચ સુધીમાં લિંક કરાવે તો રૂ. ૧૦૦૦ પેનલ્ટીને નામ સરખા હોય તો રૂ. ૨૦૦ કન્સલ્ટન્સી ફી
આગામી ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવશે તો પછી રૂ. ૧૦૦૦ પેનલ્ટી લેવાશે. ઉપરાંત આધાર કાર્ડ અને પાન કાર્ડમાં નામ સરખા હોય તો રૂ. ૨૦૦ કન્સલ્ટન્સી ફી લઇએ છીએ, જ્યારે આધાર કાર્ડ કે પાન કાર્ડમાં નામ અલગ હોય તો પછી રૂ. ૫૦૦ કન્સલ્ટન્સી ફી લઇએ છીએ. જેમાં આધાર કાર્ડ કે પછી પાન કાર્ડમાં નામ સરખા કરાવવાની રૂ. ૩૦૦ સુધીની ફીનો સમાવેશ થઈ જાય છે. આવી જ રીતે તમામ એજન્ટોએ ફ ી લેવાની રહેતી હોય છે, એમ શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી જાણવા મળ્યું હતું.

31 માર્ચ પહેલા લિંક નહીં થશે તો ચૂકવવી પડશે મોટી પેનલ્ટી
આવકવેરા વિભાગે પાન કાર્ડ ધારકોને એક તાકીદરૂપે એક નોટિસ જાહેર કરી હતી. જેમાં જણાવાયું હતું કે પાન કાર્ડ આધાર લિંક ફરજિયાત કરવામાં આ વ્યું છે. આવકવેરા વિભાગે લોકોને સ્પષ્ટ કહ્યું છે કે પહેલી એપ્રિલથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તેથી જો પાન ધારકો તેને નિર્ધારિત સમયમાં લિંક નહ ીં કરે તો તેમને ભારે નુકસાનનો સામનો પણ કરવો પડશે. નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરવા પર રૂ. 10,000ની પેનલ્ટી થઈ શકે છે. આવક વેરા વિભા ગે પાન કાર્ડ ધારકોને કહ્યું છે કે કૃપા કરીને વિલંબ ન કરો અને આજે જ તમારા પાનને આધાર સાથે લિંક કરાવો.

પાનકાર્ડ ઇનએક્ટિવ થવા પછી મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવા મંજૂરી નહીં મળે, ટેક્સ રિર્ટનમાં પણ મુશ્કેલી
આવકવેરા વિભાગની સૂચના પ્રમાણે આવકવેરા અધિનિયમ-1961 મુજબ તમામ પાન ધારકો જે મુક્તિ શ્રેણી હેઠળ આવતા નથી, તેઓએ 31 માર્ચ, 20 23 પહેલા તેમના પાન નંબરને આધાર નંબર સાથે લિંક કરવાનો રહેશે. પાનકાર્ડ ઇનએક્ટિવ થવા પર મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવા મંજૂરી પણ નહીં મળશે. પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં પણ મુશ્કેલી પડશે.

સરકાર તરફથી અપાયેલી યોજનાઓનો લાભ લેવામાં પ ણ મુશ્કેલી સર્જાશે. પરંતુ સામાન્ય નાગરિક અને ગ્રામિણ વિસ્તારનો ખેડૂત કઈ રીતે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરશે. પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવાનો મામલો હાલ ખૂબ જ જટીલ બન્યો છે. અશિક્ષિત લોકો તો ઠીક શિક્ષિત લોકોને પણ આધારકાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવામાં ફાફા મારી રહ્યા છે. ત્યારે લાખોની સંખ્યામાં દેશમાં આવેલા અશિક્ષિત લોકો કઈ રીતે લિંક કરાવશે તે મોટો સવાલ રહ્યો છે.

છેતરાવું ન હોય તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનાં પોર્ટલ સિવાય ક્યાંય આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવા નહીં
સુરત: કેન્દ્રના નાણાં મંત્રાલયે આધારપાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટેની 31મી માર્ચ 2023 સુધીની અંતિમ તારીખ જાહેર કરી છે. એને લઈને કરદાતાઓ ખૂબ હેરાન થઈ રહ્યાં છે. સીએ.નારાયણ શર્મા કહે છે કે,આધાર, પાનકાર્ડ લિંક કરવા માટે સોશ્યલ મીડિયામાં કેટલીક ફેક આઇડી ચાલી રહી છે. લોકો છેતરાઈ રહ્યાં છે.

આ પ્રકારની ઠગાઈથી બચવું હોય તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પોર્ટલ સિવાય ક્યાંય આધારકાર્ડ-પાનકાર્ડ લિંક કરવા નહીં. કરદાતા એ આવકવેરા વિભાગની વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જઈ લિંક કરવાથી ઠગાઈથી બચી શકાશે. આધાર-પાન લિંક કરવા માટે સરકાર કોઈ નાણાંની માંગણી કરતી નથી પણ 31 માર્ચ 2023 સુધી આધારકાર્ડ-પાનકાર્ડ લિંક ન કરવામાં આવે તો તા. 1લી એપ્રિલ પછી 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે, આગળ જતાં આ પેનલ્ટીની રકમ વધીને 5000 રૂપિયા થઈ શકે છે.

આવકવેરામાં આધારકાર્ડ ,પાનકાર્ડ લિંક હશે તો જ ઓટીપી જનરેટ થશે અને રિટર્ન ભરી શકાશે. સરકારનો ઈરાદો પ્રત્યેક કરદાતા એક ઓટીપીથી ઓળખાય એવો લાગે છે. બેંકો પણ કેવાયસી તરીકે આધારકાર્ડ ,પાનકાર્ડની માંગણી કરી રહી છે.

Most Popular

To Top